હંગેરી

હંગરી યુરોપ માં સ્થિત યુરોપિય સંઘનો એક સદસ્ય દેશ છે. અહીં ની રાજધાની બુડાપેસ્ટ છે.

હંગરી ગણરાજ્ય
Magyar Köztársaság
ધ્વજ
Coat of arms
સૂત્ર: નહીં
ઐતિહાસિક: લૈટિન: Regnum Mariae Patrona Hungariae
(અંગ્રેજી: "કિંગડમ આફ મૈરી દ પૈટ્રોન આફ હંગરી")
રાષ્ટ્રગીત: Himnusz (Isten, áldd meg a magyart)
"ગીત (ભગવાન, હંગરી ના લોકો ને આશીષ આપો)"
Hymn
 હંગેરી નું સ્થાન  (dark green)

 in Europe  (green & dark grey)
 in the European Union  (green)   [Legend]

રાજધાની
અને સૌથી મોટું શહેર
બુડાપેસ્ટ
અધિકૃત ભાષાઓહંગેરિયન (મૈગ્યાર)
વંશીય જૂથો(2011[1])
  • 83.7% Hungarians
  • 3.1% Romani
  • 1.3% Germans
  • 14.7% undeclared
લોકોની ઓળખહંગેરિયાઈ
સરકારસંસદીય ગણરાજ્ય
 રાષ્ટ્રપતિ
લાસ્જલો સોલ્યોમ
 પ્રધાનમંત્રી
ફ્રીન્ક ગ્યૂરસાને
સ્થાપના
 પાણી (%)
0.74%
વસ્તી
 જુલાઈ ૨૦૦૫ અંદાજીત
૧૦,૦૯૮,૦૦૦ (૮૦મો)
 ૨૦૦૧ વસ્તી ગણતરી
૧૦,૧૯૮,3૧૫
જીડીપી (PPP)૨૦૦૫ અંદાજીત
 કુલ

$ ૧૬૯,૮૭૫ મિલિયન (૪૮મો)
 વ્યક્તિ દીઠ
$ ૧૭,૪૦૫ (૪૦મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦3)0.862
very high · 3૫મો
ચલણફોરિન્ટ (HUF)
સમય વિસ્તારCET (UTC+1)
 ઉનાળુ (DST)
CEST (UTC+2)
ટેલિફોન કોડ3૬
ઇન્ટરનેટ સંજ્ઞા.hu

હંગરી ગણતંત્ર સ્થિતિ

૪૫અંશ ૫૦મિનટ થી ૪૮અંશ ૪૦મિનટ ઉત્તરી. અક્ક્ષાંશ તથા ૧૬અંશ સે ૨3અંશ પર્વી રેખાંશ. આ ગણતંત્ર ની અધિકતમ લંબાઈ ૨૫૯ કિમી અને પહોળાઈ ૪૨૮ કિમી છે. હંગરી, મધ્યયુરોપ ની ડૈન્યૂબ નદીના મેદાનમાં સ્થિત છે. આની ઉત્તરમાં ચેકોસ્લોવાકિયા પૂર્વ માં રોમાનિયા, દક્ષિણ માં યૂગોસ્લાવિયા તથા પશ્ચિમમાં આસ્ટ્રિયા છે. આ દેશમાં સમુદ્રતટ નથી.

પ્રાકૃતિક બનાવટ

આલ્પ્સ પર્વતશ્રેણીઓ થી ઘેરાયેલો છે. અહીં કાર્પેથિયન પર્વત પણ છે જે મેદાન ને લઘુ એલ્ફોલ્ડ અને વિશાળ એલ્ફોલ્ડ નામક ભાગોમાં વિભક્ત કરે છે. સર્વોચ્ચ શિખર કેકેસ 3,33૦ ફુટ ઊઁચો છે. આમાં બે મોટા સરોવરો છે - (૧) બાલાટાન (લંબાઈ ૭૭૫ કિમી અને પહોળાઈ ૫ કિમી) (૨) ન્યૂસીડલર (આને હંગરીમાં ફર્ટો (Ferto) કહે છે). પ્રમુખ નદિઓ છે : ડૈન્યૂબ, ટિજા અને દ્રવા.


આબોહવા


દેશ કી આબોહવા શુષ્ક છે. શિયાળામાં અધિક ઠંડી અને ગ્રીષ્મકાળ માં અધિક ગરમી પડે છે. ન્યૂનતમ તાપમાન ૪3 સેં. અને અધિકતમ તાપમાન 3૬ સેં. પણ અધિક થઈ જાય છે. પહાડ઼ી જિલ્લામાં સરેરાશ વર્ષા ૧૦૧૬ મિમી અને મેદાની જિલ્લામાં 3૮૧ મિમી થાય છે. સૌથી અધિક વર્ષા શિયાળામાં થાય છે જે ખેતીના માટે હાનિકારક નથી હોતી.

કૃષિ

રાષ્ટ્ર ની અડધાથી વધુ આવક કૃષિથી થાય છે. ડૈન્યૂબ નદીના મેદાનોમાં મકાઈ, ઘઉં, જવ, રાઈ આદિ અનાજોના સાથે બટેટા, ચુકંદર(બીટ) કાંદા(ડુંગળી) અને શણ પણ ઉગાડી શકાય છે. ચુકંદરથી સાકર બનાવાય છે. અહીં સારા ફળ પણ ઉગે છે. દ્રક્ષમાંથી એક વિશિષ્ટ પ્રકાર ની શરાબ ટોકે (Tokay) બનાવાય છે. મેદાનોમાં ચરાગાહ છે જ્યાં હરણ, સૂવર અને સસલા આદિ પશુ પાળવામાં આવે છે. પૈપ્રરીકા (paprika) નામક મિર્ચ થાય છે. અહીંના વનોમાં પહોળા પાંદડાવાળા વૃક્ષ, ઓક, બીચ, ઐશ તથા ચેસ્ટનટ જોવા મળે છે.

ખનિજ સંપત્તિ

દેશમાં ખનિજ ધન અધિક નથી . લોખંડ, મૈંગેનીઝ અને ઐલ્યુમિનિયમ (બોક્સાઇટ)ના અમુક ખનિજ કઢાય છે. લોખંડના ખનિજ નિમ્ન કોટિના છે. અમુક પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગૈસ પણ નિકળે છે. લિગ્નાઇટ કોલસો પણ અહીં કઢાય છે. જલવિદ્યુતના ઉત્પાદનના સાધનોં નો અહીં ખૂબ અભાવ છે.

ઉદ્યોગ ધંધા તથા વિદેશી વ્યાપાર

લોટ પીસવના અનેક કારખાના છે. શરાબ પર્યાપ્ત પ્રમાણ માં બને છે અને બાહર મોલકલાય છે. સાકરનું શુદ્ધિકરણ મહત્વ નો ઉદ્યોગ છે. શણ થી પણ અનેક સામાન તૈયાર કરાય છે. નિકાસની વસ્તુઓં માં સૂવર, મરઘાં, સુતરાઉ વસ્ત્ર, લોટ, સાકર, માખણ, તાજા ફળ, મકાઈ, શરાબ, ઊન અને સીમેંટ આદિ છે. આયાતની વસ્તુઓં માં કચું રૂ, કોલસો, ઇમારતી કાકડું, મીઠું આદિ છે. નાની નાની મશીનો પણ અહીં બને છે તેમનો ઉનકા નિકાસ થાય છે. અહીં નો વ્યાપાર સોવિયત રશિયા, ચેકોસ્લોવાકિયા, જર્મની, પોલેંડ, યૂગોસ્લાવિયા આદિ સાથે થાય છે.

અધિવાસી

હંગરીના અધિવાસિઓ ને મગ્યાર (Magyars) કહે છે. લગભગ ૯૦ ટકા મગ્યાર જ અહીં રહે છે; શેષ જનસંખ્યામાં જર્મન, સ્લોવાક, રોમાનિયન, ક્રોટ, સર્વ અને જિપ્સી છે. લગભગ અડધી જનસંખ્યા નગરોં માં રહે છે. હંગરીની કુલ જનસંખ્યા ૧,૦૦,૫૦,૦૦૦ (૧૯૬૨ અનુમાનિત) છે. અહીંના નિવાસી સ્વતંત્ર પ્રકૃતિના અને આનેવાલે હોય છે. આમના લોકગીત અને નૃત્ય સુપ્રસિદ્ધ છે. અહીંના લોકો રંગબેરંગી વસ્ત્ર પહેરે છે અને સ્વાદિષ્ટ ભોજન કરે છે અહીંની રસોઇ જગત પ્રસિદ્ધ છે. અહીંના નિવાસી ફુટબાલ, ટેનિસ, ઘોડેસવારી, તરણ આદિના શૌખીન છે.

ભાષા અને ધર્મ

હંગરીના ૬૮ ટકા નિવાસી રોમનકૈથોલિક, ૨૭ ટકા પ્રોટેસ્ટેંટ તથા શેષ યહૂદી તથા અન્ય ધર્માવલાંબી છે. અહીં ની ભાષા મગ્યાર છે.

વાહન વ્યવહાર

હંગરી માં ૮૮૦૦ કિમી લાંબી રેલ્વે, સડ઼કો, ૬૦૮૦૦ કિમી લાંબા રાજમાર્ગ અને ૧૯૨૦ કિમી લાંબા નૌગમ્ય જળમાર્ગ છે. અહીં નો હવાઈ મથક બહુ મોટું છે અને સમસ્ત યુરોપીય દેશોં સાથે સંબદ્ધ છે. રેલમાર્ગ પણ અન્ય યુરોપીય દેશોં સાથે સંબદ્ધ છે. દેશની અંદર પણ પર્યાપ્ત વિકસિત વાયુ યાતાયાત છે.

નગર

હંગેરીના પ્રમુખ નગર છે : બુડાપેસ્ટ (રાજધાની), દેવ્રેત્સેન (Debrecen) , મિશકોલ્ત્સ (Miskole) પૈક (Peck) સેગેડ (Szeged) અને ડ્યોર (Gyor) .


આ પણ જુઓ


બાહ્ય કડીઓ

સંદર્ભો


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.