મેજરપુરા (તા. વડગામ)

મેજરપુરા (તા. વડગામ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા વડગામ તાલુકામાં આવેલું એક ગામ છે. મેજરપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

મેજરપુરા
  ગામ  
મેજરપુરાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 24°03′N 72°17′E
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો વડગામ
સરપંચ હંસાબા ભવાનસિંહ ભાટી[1]
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

ઇતિહાસ

પાલણપુર સ્ટેટના શાસન વખતે ભાખર ગામમાં ભાટી, ચૌહાણ, ડોડીયા, પરમાર જેવી અટક ધરાવતા રાજ્પૂતો રહેતા હતા. વિક્રમ સવંત ૧૮૮૫માં આ રાજ્પૂતોને ગામના જ પાલવી દરબારો સાથે કજીયો થયો હતો. દરમિયાન એ અરસામાં ગામના બે રાજપુત બાદરજી ભાટી અને વખતસિહજી ભાટી ગામના ભાઈઓ ઉપર વાઘે હુમલો કર્યો હતો. વાઘ વખતસિહને કાંડામાંથી પકડી બોડમા ઘસડી ઘયો હતો ત્યારે ભાઈને બચાવવા ઝનુનમાં બાદરજી બહાદુરીપૂર્વક વાઘની બોડમા ઘુસી ગયા હતા. બાદરજીએ વાઘનો સામનો કરી ભાઈ વખતસિહને તો છોડાવી લીધા પણ હાથમાં આવેલા શિકારને મોમાંથી છોડાવી જનાર બાદરજી ઉપર ક્રોધે ભરાયેલા ખુંખાર વાઘે બાદરજીના માથામાં પંજો મારી લોહી લુહાણ કરી દીધા હતા. વખતસિહને બચાવીને ઘેર લઈ આવેલા બાદરજીને એ વખતે દરબારોએ આવીને તેમના ઘા ઉપર મીઠુ ભરવાની સલાહ આપતા તેઓએ ભોળપણમાં એ સલાહને અનુસરતા મીઠાની આડઅસરથી ઝેર ચડી જતા બાદરજી થોડા સમયમા જ મૃત્યુ પામ્યા હતા. એ વખતે તેઓના કુટુંબીજનોને સ્મશાનમાં જ એ વાતનો અહેસાસ થયો કે, આ તો જુના કજિયાનુ વેર વાળવા દરબારોએ ખોટી સલાહ આપી હતી. જેમાં બાદરજીને ગુમાવવાનો વારો આવ્યો હતો. બસ, એ જ ઘડીએ રાજ્પુતોએ આવુ ગામ છોડી દેવાનો સંકલ્પ કરી લીધો.[2]

બીજા જ દિવસે રાજપુત સમાજના આગેવાનો પાલણપુર આવીને નવાબ સાહેબને મળ્યા અને તમામ ઘટનાથી વાકેફ કરી પોતાનો ગામ છોડી દેવાનો મનસુબો જાહેર કરી પોતાના વસવાટ માટે રાજમાં નવુ ગામતળ ફાળવવાની વિનંતી કરી. નવાબે આ માંગણી ગ્રાહ્ય રાખી તેમને ત્રણેક જગ્યાઓ બતાવી, જેમાંથી એક ગામતળ પસંદ કરાતા અહી ગામ વસાવાયુ હતુ. આ ગામ વસ્યા બાદ પાલણપુર નવાબે ગામની મુલાકાત લેતા રાજ્પુત આગેવાનોએ ગામ માટે ગામતળ આપનાર નવાબ સાહેબને જ ગામનુ નામ આપવાની વિનંતી કરી. એ જ અરસામાં પાલણપુર નવાબ તાલેમહમદખાનને મેજરનો ઇલ્કાબ મળેલ હોઈ તેઓએ મેજર પરથી મેજરપુરા નામ રાખવાનુ સૂચન કર્યું હતું. આગેવાનોએ આ નામનો સહર્ષ સ્વીકાર કરી લીધો હતો. આ ગામની સ્થાપના ચૈત્ર સુદ પૂનમ વિક્રમ સવંત ૧૮૮૬મા થઈ હતી.[2]

સંદર્ભ

  1. "Mejarpura Gram Panchayat Website". gujaratgrampanchayat.com. Retrieved 2019-06-20. Check date values in: |accessdate= (મદદ)
  2. સૈયદ શરીફ ચશ્માવાલા. મેજરપુરા. નેશનલ વેલ્ફેર ફાઉંડેશન, પાલનપુર.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.