મુંબઈ

મુંબઈ (મરાઠી: मुंबई); પહેલા બોમ્બે, તરીકે જાણીતું શહેર ભારતના મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર છે. મુખ્ય શહેરની વસ્તી અંદાજે ૧ કરોડ ૧૪ લાખ જેટલી છે.[1], જ્યારે શહેરને અડીને આવેલા ઉપનગરો જેવા કે નવી મુંબઈ અને થાણેની કુલ મળીને મુંબઈની વસ્તી 19 મિલિયન(1 કરોડ 90 લાખ) થાય છે. જેને કારણે તે સયુંકત રાષ્ટ્ર સંઘના વર્લ્ડ અર્બનાઈઝેશન પ્રોસ્પેક્ટ રિપોર્ટ મુજબ વિશ્વનું ચોથા નંબરનું સૌથી સોથી મોટું અર્બન અગ્લૉમરેશન ધરાવતું શહેર છે. જીડીપીની દૃષ્ટિએ તે વિશ્વનું ૩૮મું સૌથી મોટું શહેર છે. મુંબઈ ભારતના કોંકણ(કે પશ્ચિમ) કિનારે આવેલું છે, જે કુદરતી બંદર ધરાવે છે. ભારતના દરિયાઈ કાર્ગોના અડધા ભાગની હેરફેર મુંબઈના બંદરેથી થાય છે. [2]

બૃહદ મુંબઈ
  મહાનગર  
મરિન ડ્રાઈવ
મરિન ડ્રાઈવ
બૃહદ મુંબઈનુ

મહારાષ્ટ્ર અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 18°58′N 72°49′E
દેશ ભારત
રાજ્ય મહારાષ્ટ્ર
જિલ્લો Mumbai City
Mumbai Suburban
Municipal commissioner જયરાજ ફાટક
મેયર શુભા રાઉલ
વસ્તી

• ગીચતા
• મેટ્રો

૧,૩૯,૨૨,૧૨૫ (પ્રથમ) (2008)

• 21,880/km2 (56,669/sq mi)
• ૨,૦૮,૭૦,૭૬૪ (પ્રથમ) (2008)

અધિકૃત ભાષા(ઓ) મરાઠી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 8 metres (26 ft)

વેબસાઇટ www.mcgm.gov.in
ચિત્ર:SealofMumbai.jpg
Seal of the Municipal Corporation of Greater Mumbai

મુંબઈ, ભારતનું આર્થિક અને મનોરંજનનું કેન્દ્ર છે, તે ભારતના જીડીપી [3]માં ૫ ટકાનું યોગદાન આપે છે. આ ઉપરાંત, ઔદ્યોગિક ઉત્પાદનના ૨૫%, દરિયાઈ વેપારના ૪૦% , અને ભારતીય અર્થતંત્રના નાણાકીય વહેવારોમાં ૭૦ ટકાનું યોગદાન મુંબઈ આપે છે. [4]મુંબઈમાં મહત્વની નાણાકીય સંસ્થાઓના વડા મથક આવેલા છે જેમ કે, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, [મુંબઈ શેર બજાર, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા અને ઘણી ભારતીય કંપનીઓ અને બહુરાષ્ટ્રીય કંપનીઓના હેડક્વાર્ટર મુંબઈમાં આવેલા છે. તેમજ બોલીવુડ તરીકે જાણીતો હિન્દી ફિલ્મ અને ટેલીવિઝન ઉદ્યોગ પણ આ જ શહેરમાં સ્થાયી થયો છે. મુંબઈમાં જીવનધોરણનું પ્રમાણ ભારતના અન્ય રાજ્યો કરતાંં ઉંચું હોવાથી ભારતભરમાંથી લોકો પ્રગતિની તક શોધતા મુંબઈ આવે છે, જેને કારણે મુંબઈ વિવિધ સમુદાયો અને સંસ્કૃતિઓનું કેન્દ્ર બન્યું છે.

વ્યુત્પત્તિ

મુંબઈ નામ ઈપોનીમ(સ્થાન કે સંસ્થાને પોતાનું નામ આપનાર) અને વ્યુત્પત્તિ શાસ્ત્ર (એટિમૉલજિ) મુજબ મુંબા અથવા મહા અંબા, હિંદુ ધર્મ ધર્મના દેવી મુંબાદેવી અને આઈ જેનો અર્થ મરાઠીમાં “માતા“ થાય છે તેના મિશ્રણ પરથી ઉદભવ્યું છે.[5]મુંબઈનું પહેલા જાણીતું નામબોમ્બે હતું, જેનો ઉદભવ 16મી સદીમાં પોર્ટુગીઝો આ વિસ્તારમાં આવ્યા ત્યારે થયો હતો. તેઓ આ પ્રદેશને વિવિધ નામે બોલાવતા હતા, અંતે તેમણે બોમ્બેમ લખવાનું શરૂ કર્યું, જે હજૂ પણ પોર્ટુગીઝ ભાષામાં વપરાય છે. ૧૭મી સદીમાં આ પ્રદેશનો કબ્જો બ્રિટિશરોએ લઈ લેતા તેના નામનું અંગ્રેજીકરણ થયું અને તે બોમ્બે બન્યું. જો કે સ્થાનિક મરાઠી અને ગુજરાતી રહેવાસીઓ તેને મુંબઈ અથવા મંબાઈ, હિંદી , ઉર્દૂ અને પર્શિયન ભાષામાં તેને બાંમ્બાઈ કહેવાતું રહ્યું હતું. કેટલોક સમય મુંબઈ તેના જૂના નામે જેમ કે કાકામુચી અને ગાલાજુનકજા તરીકે પણ જાણીતું હતું.[6][7]૧૯૯૬માં તેના મરાઠી ઉચ્ચાર મુજબ શહેરનું નામ સત્તાવાર રીતે બદલીને મુંબઈ કરવામાં આવ્યું. [8]

તાજ મહેલ પેલેસ અને ટાવર (Taj Mahal Palace & Tower) પાસે મરાઠી ભાષામાં લખેલું “મુંબઈ“.

અંગ્રેજી નામ બોમ્બેના ઉદભવ વિશે પ્રચલિત વાત એ છે કે તે પોર્ટુગીઝ ભાષાના એક શબ્દ જેનો અર્થ થાય છે કે “સારો કિનારો” તેમાથી આવ્યું છે. [9]આ એ હકિકત પર આધારીત છે જેમાં પોર્ટુગીઝમાં બોમનો અર્થ “સારો” થાય છે જ્યારે અંગ્રેજી ભાષાનો “બે” શબ્દ પોર્ટુગીઝ ભાષાના baía(જુના સ્પેલિંગમાં bahia) સાથે સામ્ય ધરાવે છે. સામાન્ય રીતે પોર્ટુગીઝ ભાષામાં “સારો કિનારા“ માટે બોબોહિઅ હોવું જોઈએ નહીં કે વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું બોંમબાહિઈ. જો કે ૧૬મી સદીની પોર્ટુગીઝ ભાષામાં બાઈમશબ્દનો અર્થ “નાનો કિનારો“ થાય છે.

અન્ય સ્ત્રોત મુજબ આ શબ્દની ઉત્પતિ માટે અન્ય પોર્ટુગીઝ શબ્દ બોમ્બેઈમને જવાબદાર ગણાવે છે. જોસે પેટ્રો માચાડોસ Dicionário Onomástico Etimológico da Língua Portuguesa( “નામ અધ્યયન અને વ્યુત્પત્તિ શાસ્ત્ર અંગેના પોર્ટુગીઝ શબ્દકોશ”માં આ સ્થળનો ઉલ્લેખ મળે છે, જેને આ શહેરનો સૌપ્રથમ ઉલ્લેખ ગણી શકાય. 1516માં બેનામાજાંબુ અને ટેના-માઈમંબુ , [10]હિન્દુ દેવી મુંબા દેવીના નામ પરથી મરાઠી ભાષામાં આ સ્થળનું નામ પડ્યુ હતું તેના તરફ નિર્દેશ કરે છે. તે જ સદીમાં તેની જોડણીબોંબેયન(૧૫૨૫)[11] અને ત્યાર બાદ મોબાઈમ(૧૫૬૩) થઈ. [12]જ્યારે શબ્દનું છેલ્લુ સ્વરૂપ બોમ્બેઈમ 16મી સદીમાં જાણવા મળે છે. આ ઉલ્લેખ ગાસ્પર કોરિયાએ લેન્ડાસ ડી ઇન્ડિયા( “લિજેન્ડ ઓફ ઇન્ડિયા“).[13]જે.પી.માચાડો બોંબાહિઈ અંગેની પુર્વધારણાઓને ફગાવી દે છે અને કહે છે કે પોર્ટુગીઝ રેકોર્ડ મુજબ આ સ્થળે એક કિનારો હોવાનો ઉલ્લેખ કરે છે જેના કારણે એંગ્રેજીમાં એવું માની લેવામાં આવે છે કે આ નામ (બાહીયા“બે“) એ પોર્ટુગીઝ ટોપોનીઈમનો એક ભાગ છે જેના કારણે બોમ્બેનું અંગ્રેજી રૂપાંતર પોર્ટુગીઝ ભાષામાંથી અપનાવવામાં આવ્યું છે. [14]

ઇતિહાસ

જ્યારે મુંબઈમાં ઈસ્લામી શાસન હતું ત્યારે 1431માં હાજી અલી મસ્જિદ (Haji Ali Mosque) બાંધવામાં આવી હતી.[15]
ગેટવે ઓફ ઇન્ડિયા (Gateway of India)નું નિર્માણ ઈંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમ (George V) અને રાણી મેરી (Mary)ની ભારત મુલાકાતને આવકારવા માટે 2 ડિસેમ્બર, 1911નો રોજ શરૂ કરવામાં આવ્યુ જે 2 ડિસેમ્બર, 1924ના રોજ પૂરૂ થયું.

ઉત્તર મુંબઈમાં આવેલા કાંદિવાલી પાસે મળેલા પ્રાચીન અવશેષો મુજબ આ ટાપુ પાષાણયુગ થી વસવાટ ધરાવતો હતો. અહીં માનવીય વસવાટના દસ્તાવેજી પુરાવાઓ ઈસવીસન પુર્વે ૨૫૦ની સાલમાં લઈ જાય છે. ત્યારે આ પ્રદેશને હેપ્ટાનેશિયા(પ્ટોલેમી - પ્રાચીન ગ્રીક ): સાત ટાપુઓનું ઝુમખું તરીકે ઓળખવામાં આવતો હતો. ઈસવીસન પૂર્વેની ત્રીજી સદીમાં બુદ્ધ ધર્મ પાળનાર સમ્રાટ અશોક ના મૌર્ય સામ્રાજ્યનો હિસ્સો હતું. પહેલાની થોડી સદી દરમિયાન ભારતીય-શકો, પશ્ચિમી સતરાપ્શ અને સતવાહન વચ્ચે મુંબઈ પર અંકુશને લઈને વિવાદ થયો. સિલહારા વંશ ના હિન્દુ શાસકો૧૩૪૩ સુધી, એટલે કે જ્યાં સુધી આ ટાપુઓને ગુજરાત સાથે જોડવામાં ન આવ્યા ત્યાં સુધી તેમણે અહીં રાજ કર્યું. દ્વીપસમૂહના જુના બાંધકામની વાત કરીએ તો એલિફન્ટાની ગુફાઓ અને બાણગંગા કુંડ કેવાલકેશ્વર મંદિર આ યુગ દરમિયાન બંધાયા હતા.

૧૫૩૪માં, પોર્ટુગીઝોએ આ ટાપુઓનો કબજો ગુજરાતના બહાદુર શાહ પાસેથી લઈ લીધો. ૧૬૬૧માં પોર્ટુગીઝોએ આ ટાપુનો કબજો ઈંગ્લેન્ડના ચાર્લ્સ બીજાને કેથરીન ડી બારાગિઝા સાથેના લગ્નને કારણે દહેજ [16]તરીકે આપ્યો. ૧૬૬૮માં આ ટાપુઓ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વાર્ષિક ૧૦ પાઉન્ડને ભાડે લીઝ પર આપવામાં આવ્યો. કંપનીને ટાપુના પૂર્વીય કિનારે કુદરતી બંદર મળ્યુ, જે ઉપખંડમાં માલની હેરફેર માટેના પ્રથમ બંદરની રચના માટે ઉત્તમ હતું. ૧૬૬૧માં તેની વસતિ ઝડપથી વધીને ૧૦,૦૦૦ થઈ, ૧૬૭૫માં આ સંખ્યા વધીને ૬0,000 થઈ અને ૧૬૮૭માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેનું વડું મથક સૂરતથી મુંબઈ ખસેડ્યું. ક્રમે ક્રમે મુંબઈ તે વખતની બોમ્બે પ્રેસિડેન્સીનું વડું મથક બની ગયું.

૧૮૧૭ બાદ, શહેરનો ઘાટ બદલવામાં આવ્યો, બાંધકામ ઈજનેરી દ્વારા દ્વીપસમૂહના ટાપુઓને એકબીજા સાથે ભેળવી દેવામાં આવ્યા. આ યોજનાહોર્નબે વેલાર્ડ તરીકે જાણીતી છે, જેનો અંત ૧૮૪૫માં આવ્યો. આને કારણે મુંબઈનો કુલ વિસ્તાર ૪૩૮ ચો. કિમી થયો. ૧૮૫૩માં ભારતની પ્રથમ પેસેન્જર રેલવે લાઈન અહીં નાખવામાં આવી, જે મુંબઈને થાણે સાથે જોડતી હતી. અમેરીકન ગૃહ યુદ્ધ દરમિયાન(૧૮૬૧-૧૮૬૫), મુંબઈ વિશ્વનું મોટું કપાસ વેપાર કેન્દ્ર બન્યું. જેને કારણે અર્થતંત્રને સારો એવો લાભ થયો અને શહેરની પ્રતિષ્ઠા પણ વધી.

૧૮૬૯માં સુએઝ નહેર શરૂ થઈ જેને કરાણે અરબી સમુદ્ર માં બોમ્બે એક મહત્વનું બંદર બન્યું.[17]ત્યાર બાદના 30 વર્ષમાં મુંબઈએ ઘણી પ્રગતિ સાધી અને આંતરમાળખાકિય સવલતોમાં વધારો કરવામાં આવ્યો. આ દરમિયાન શહેરમાં ઘણી નવી સંસ્થાઓનું બાંધકામ થયું. ૧૯૦૬માં મુંબઈની વસ્તી ૧૦ લાખના આંકડાને પાર કરી ગઈ, જેને કારણે ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં તેનું સ્થાન કોલકાતા પછી બીજું આવ્યું. બોમ્બે પ્રેસિડેન્સી ના પાટનગરને કારણે તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ નું મોટું કેન્દ્ર હતું. મહાત્મા ગાંધી દ્વારા ૧૯૪૨માં શરૂ કરાયેલું ભારત છોડો આંદોલન મુંબઈમાંથી જ શરૂ થયું હતું. ૧૯૪૭માં ભારતની આઝાદી બાદ, મુંબઈ બોમ્બે સ્ટેટ નું પાટનગર બન્યું. ૧૯૫૦માં ઉત્તર તરફના વધુ કેટલાક ટાપુઓ તરફ પણ શહેરનો વધારો થયો. અહીં પણ વસ્તીએ વસવાટ શરૂ કર્યો હતો.

સંયુકત મહારાષ્ટ્ર ની ચળવળ દરમિયાન શહીદ થયેલો લોકોની યાદમાં ફ્લોરા ફાઉન્ટેનની બાજુમાં બનાવાયેલ સ્મારક. આ ચોકનું હુતાત્મા ચોક (શહીદ ચોક) તરીકે નામાકરણ કરવામાં આવ્યું હતું.

૧૯૫૫ બાદ, બોમ્બે સ્ટેટના ભાષાવાર ટુકડા કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતની રચના કરવામાં આવી. તે સમયે એવી માંગણી કરવામાં આવી હતી કે મુંબઈને સ્વાયત્ત શહેર બનાવવામાં આવે. મુંબઈ નાગરિક સમિતિ એ જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિઓની આગેવાનીવાળી સમિતિ હતી જેનો ઉદ્દેશ મુંબઈને સ્વાયત્ત શહેરનો દરજ્જો તે તો. જો કે, સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન એ આ ખ્યાલનો વિરોધ કર્યો અને મુંબઈને મહારાષ્ટ્રના પાટનગર તરીકે ઘોષિત કરી દીધું. આ વિરોધ પ્રદર્શનોને કારણે પોલીસે કરેલા ફાયરિંગમાં ૧૦૫ લોકોના મોત થયા હતા. આ બાદ ૧ મે, 1960ના રોજ મુંબઈ સાથે મહારાષ્ટ્ર રાજ્યની રચના કરવામાં આવી. ૧૯૯૬માં, આ શહેરનું નામ મહારાષ્ટ્રની શિવસેના સરકારે બોમ્બેને બદલે મુંબઈ [18]કર્યું. સ્થાનિક લોકો કેટલાક સમયથી અંગ્રેજોના કાળના નામોને ઐતિહાસિક સ્થાનિક નામોમાં બદલવાની માંગ કરી રહ્યા હતા તેમજ શિવસેનાએ પણ આ વાતને નીતિ તરીકે સ્વીકારી હતી જેથી બોમ્બેને બદલે મુંબઈ નામ કરવામાં આવ્યું.

૧૯૯૨-૯૩ના રમખાણો ફાટી નિકળ્યા ત્યારે મુંબઈ શહેરની બિનસાંપ્રદાયિક છબી ત્યારે ખરડાઈ હતી. આ રમખાણોમાં જાનમાલનું ઘણું નુકશાન થયું હતું. તેના થોડાક મહિના બાદ ઈસ્લામી આતંકવાદીઓ અને મુંબઈની અંધારીઆલમે શહેરની કેટલીક ઈમારતોને લક્ષ્યાંક બનાવીને ૧૯૯૩માં શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટ કર્યા, આ હુમલામાં ૩૦૦ની આસપાસ લોકો મૃત્યુ પામ્યા. ૧૧ જુલાઈ ૨૦૦૬ના રોજ મુંબઈની ટ્રેનોમાં બોંબ વિસ્ફોટને કારણે બસોથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. આ બોંબ વિસ્ફોટ મુંબઈ ઉપનગરીય રેલવે સેવાને નિશાનો બનાવીને કરવામાં આવ્યા હતા.[19]તાજેતરમાં જ મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ના સભ્યો દ્વારા ૨૦૦૮માં મહારાષ્ટ્રમાં રહેતા ઉત્તર ભારતીયો પર રાજકીય હેતુપર્વક હુમલા થયા છે. [20] ૨૬ નવેમ્બરથી ૨૯ નવેમ્બર ૨૦૦૮ સુધી, ઈસ્લામી આતંકવાદીઓના એક જુથે નવેમ્બર ૨૦૦૮માં મુંબઈના દક્ષિણ ભાગ પર હુમલો કર્યો. જેમાં ૨૦૦ જેટલા લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. આતંકવાદીઓએ વિવિધ જગ્યાઓ જેવી કે છત્રપતિ શિવાજી ટર્મિનલ રેલવે સ્ટેશન, તાજ મહેલ હોટલ અને ઓબેરોય ટ્રાઈડન્ટ હોટલ, લીયોપોલ્ડ કાફે અને યહૂદી સેન્ટર, નરીમાન હાઉસ પર કેટલાક લોકોને બંધક બનાવ્યા હતા.

ભૂગોળ

મુંબઈ મહાનગરમાં તેની આજુબાજુમાં આવેલા ઉપનગરીય જિલ્લાઓ જેવા કે નવી મુંબઈ (Navi Mumbai) અને થાણે (Thane)નો પણ સમાવેશ થઈ જાય છે.

મુંબઈ ભારતના પશ્ચિમ કિનારે ઉલ્હાસ નદી (Ulhas River)ને મુખ પર વચસેલુ છે, જેને કોંકણ (Konkan)પ્રાંત કહેવામાં આવે છે. જે સાલસેટ્ટે ટાપુ (Salsette Island)ઓ પર સ્થાન ધરાવે છે. આ ટાપુઓ થાણે જિલ્લા સાથે પણ આશિંક રીતે જોડાયેલા છે. મોટાભાગનું શહેર દરિયાઈ સપાટીથી થોડીક જ ઉંચાઈ પર વસેલું છે જેનું ચડાણ સરેરાશ રેન્જ 10 m (33 ft)થી લઈને 15 m (49 ft) છે. ઉત્તર તરફનું મુંબઈ ઉચું છે, અને શહેરનો સૌથી ઉંચો ભોગ અંહી છે જેની ઉંચાઈ450 m (1,476 ft).[21]શહેરનો એક છેડેથી બીજા છેડા સુધીનો વિસ્તાર 603 ચોરસ કીલોમીટર છે. (233 ચોરકીમી.)

શહેરની નજીક જ સંજય ગાંધી નેશનલ પાર્ક (Sanjay Gandhi National Park)આવેલુ છે, જે શહેરનો છઠ્ઠા ભાગનો વિસ્તાર રોકે છે. અહીં નોંધવું જોઈએ કે લાખો લોકોની પાસે હોવા છતાં તેમજ તે પ્રજાતિની નિકંદન નીકળી જવાની અણી પર હોવા છતાં બિલાડી પ્રજાતિના પ્રાણીઓ જેવા કે દિપડા (panther)અને ચિત્તા હજી પણ નેશનલ પાર્ક[22][23]ની અંદર રહે છે.

ભાત્સા ડેમ (Bhatsa Dam)સિવાય, છ મોટા સરોવરો આ શહેરને પાણી પુરૂ પાડે છે જેમ કે, વિહાર (Vihar), વૈતરણા (Vaitarna), ઉપરવાસનું વૈતરણા, તુલસી (Tulsi), તાન્સા અને પવાઈ (Powai). મુંબઈ શહેરની સરહદમાં જ આવતા બોરિવલ્લી નેશનલ પાર્ક (Borivili National Park)ની અંદર જ તુલસી (Tulsi Lake) અને વિહાર સરોવર આવેલા છે. પવાઈ સરોવર પણ શહેરની હદમાં આવે છે જેના પાણીનો ઉપયોગ ઉદ્યોગો માટે થાય છે. ત્રણ નાની નદીઓ જેવી કે , દહીસર, પોઈનસાર(અથવા પોઈસાર) અને ઓહિવારા(અથવા ઓશિવારા) પણ આ જ પાર્કમાંથી ઉદભવ પામે છે. આ ઉપરાંત કુખ્યાત મીઠી નદી (Mithi River) તુલસી સરોવરમાંથી નિકળે છે અને વિહાર અને પવાઈ સરોવરનું પાણી તેમાં ભળે છે. શહેરના દરિયાકાંઠે ઘણી બધી ક્રીક (creeks)અને કિનારા આવ્યા છે. આ ટાપુના પુર્વ તરફ મોટાપ્રમાણમાં મેંગ્રોવ (mangrove)ના વૃક્ષો છે તેમજ ભેજવાળી પોચી જમીન (swamp)પણ બાયોડાઈવર્સિટીને સમુદ્ધ બનાવે છે. પશ્ચિમ કિનારો મોટાભાગે રેતીવાળો અને ખડકાળ છે.

દરિયાની નજીક હોવાને કારણે શહેરની જમીન રેતાળ છે. ઉપનગરોમાં જમીનનું પડ કાંપવાળું અને ચીકળું છે. આ પ્રદેશમાં ભૂમિતળેના ખડકો કાળા ડેક્કન (Deccan)બેસાલ્ટ ફ્લોના બનેલા છે અને તેના એસીડ અને પાયા (basic)ના વિવિધ ભોગો ક્રિટેશસ (Cretaceous)અને આદિનૂતનમ (Eocene) યુગનો ઈશારો કરે છે.મુંબઈ ધરતીકંપની રીતે સક્રિય ક્ષેત્ર [24]પર બેઠેલું છે. તેની આસપાસના ભાગોમાં ત્રણ ફોલ્ટ લાઈનો છે. આ વિસ્તારને ત્રીજા ક્ષેત્રમાં વિભાજીત કરવામાં આવ્યો છે, જેનો મતલબ એમ થયો કે રીક્ટર સ્કેલ પર 6.5ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવી શકે છે. [25][26]

આબોહવા

મુંબઈમાં સરેરાશ તાપમાન અને વરસાદ( પ્રેસિપિટેશન)નું પ્રમાણ.

ટ્રોપિકલ (tropical zone)(ઉષ્ણકટિબંધ) ઝોનમાં આવતું હોવાથી તેમજ અરેબિયન સાગર (Arabian Sea) નજીક હોવાથી મુંબઈની આબોહવા મુખ્યત્વે બે ઋતુઓમાં વહેંચાયેલી છે. એક ભેજવાળી અને બીજી સુકી ઋતુ.ભેજવાળી ઋતુ માર્ચ અને ઓક્ટોબર વચ્ચે હોય છે, આ દરમિયાન ભેજનું પ્રમાણ ઉંચુ હોય છે અને તાપમાનનું પ્રમાણ સરેરાશ કરતા વધુ હોય છે.30 °C (86 °F)જુન અને સપ્ટેમ્બર સુધી વરસાદની ઋતુ હોય છે, આ દરમિયાન શહેરમાં ધોધમાર વરસાદ ત્રાટકે છે, આજ ભાગમાં શહેરનો વાર્ષિક વરસાદ વરસે છે.2,200 millimetres (86.6 in)સૌથી વધુ વાર્ષિક વરસાદ 3,452 millimetres (135.9 in)1954માં[27] નોંધાયો હતો.એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ (highest rainfall) 944 millimetres (37.17 in)26 જુલાઈ, 2005[28]ના રોજ નોંધાયો હતો.સુકી ઋતુ નવેમ્બરથી ફ્રેબ્રુઆરી દરમિયાન હોય છે, આ ઋતુમાં ભેજપનું પ્રમાણ મધ્યમ હોય છે અને વાતાવરણ ગરમથી ઠંડી તરફ જાય છે. જાન્યુઆરી અને ફ્રેબ્રુઆરી પડતી ઠંડી માટે ઉત્તરના ઠંડા પવનો જવાબદાર હોય છે.

વાર્ષિક તાપમાનની સૌથી ઉચ્ચથી 38 °C (100 °F)નીચી કક્ષા11 °C (52 °F).વિક્રમ જનક રીતે ઉચું43.3 °C (109.9 °F) તપામાન અને નીચું તાપમાન 7.4 °C (45.3 °F)22 જાન્યુઆરી, 1962માં નોંધાયું હતું. [29]જો કે, 7.4 °C (45.3 °F)સૌથી ઓછું તાપમાન બે હવામાનખાતાની કચેરીઓ દ્વારા નોંધાયું હતું.6.5 °C (43.7 °F) 8 ફેબ્રુઆરી, 2008ના રોજ શહેરની હદમાં આવતી કાનહેરી ગુફા (Kanheri Caves)ઓની નજીક આવેલી હવામાન કચેરીએ નોંધ્યું હતું. [30]

અર્થતંત્ર

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (Bombay Stock Exchange)એશિયાનું સૌથી જૂનુ સ્ટોક એક્સચેન્જ છે.

જીડીપી મુજબ મુંબઈ વિશ્વનું 38મું સૌથી મોટું શહેર (38th largest city by GDP) છે. જ્યારે ભારતનું તે સૌથી મોટું શહેર છે જેને દેશની આર્થિક રાજધાની પણ કહેવાય છે.ભારત માટે તે આવકનું મોટું કેન્દ્ર છે. ફેક્ટરીની રોજગારીમાં તેનું પ્રદાન 10 %, કુલ આવક વેરા (income tax)માં 40 %, જકાત વેરા (customs duty)(કસ્ટમ)માં 60 %, કેન્દ્રીય આબકારી કર (excise tax)માં 20 %, વિદેશ વેપાર (foreign trade) અને  ૪૦ બિલિયન (યુ.એસ. $ ૫૬૦ મિલિયન)કોર્પોરેટ ટેક્સ (corporate tax)માં 40 % છે. [31]મુંબઈની માથાદીઠ આવક, ૪૮,૯૫૪ (યુ.એસ. $ ૬૮૦) જે રાષ્ટ્રીય સરેરાશથી ત્રણ ગણી વધું છે.[32]ઘણા ભારતીય કોર્પોરેશન(જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank of India), એલઆઈસી (LIC), તાતા જૂથ (Tata Group), ગોદરેજ (Godrej)અને રિલાયન્સ (Reliance)) અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 (Fortune Global 500)માં સ્થાન ધરાવતી કંપનીઓ મુંબઈ સ્થિત છે. [33]ઘણી વિદેશી બેંકો અને નાણાકીય સંસ્થાઓની શાખાઓ મુંબઈમાં છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર(મુંબઈ)[34]એ સૌથી પ્રતિષ્ઠ સ્થળો[35]માંથી એક છે. 1980 સુધી, મુંબઈમાં મોટાભાગે ટેક્ષટાઈલ મિલ અને દરિયાઈબંદરનો વ્યાપ વધુ હતો, પરંતુ ત્યાર બાદ સ્થાનિક અર્થતંત્રમાં વધુ વિવિધતા આવવા લાગી. આ બાદ મુંબઈમાં એન્જિનિયરિંગ, ડાયમંડ પોલિશિંગ, હેલ્થકેર, અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના ઉદ્યોગો વિક્સ્યાં.[36]ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (Bhabha Atomic Research Centre) મુંબઈમાં આવેલું છે. ભારતના મોટાભાગના સ્પેશિયલાઈઝ, ટેક્નિકલ ઉદ્યોગો પાસે આધુનિક આંતરમાળખાકિય સુવિધાઓ અને કુશળ માનવ બળ છે. મુંબઈમાં નાણાકીય સંસ્થાઓના ઉદય બાદ એરોસ્પેશ, ઓપ્ટિકલ એન્જિનિયરિંગ, મેડિકલ રીસર્ચ, કમ્પ્યુટર અને બધા જ પ્રકારના ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ, તેમજ વહાણ બાંધકામ, ઉર્જા અને રીન્યુએબલ એનર્જી અંગેના વિવિધ ઉદ્યોગો સારા પ્રમાણમાં વિકસ્યા છે.[37]

શહેરના કુલ માનવબળમાં સરકારી અને કેન્દ્રીય સરકારી કર્મચારીઓનો સારો એવો હિસ્સો છે. [38]આ ઉપરાંત મુંબઈમાં મોટાપ્રમાણમાં બિનકુશળ અને ઓછી કુશળતા ધરાવતા લોકોની વિશાળ સંખ્યા છે. જેઓ મોટાભાગે ટેક્સી ચલાવીને, કે ફેરિયા તરીકે કામ કરીને રોજગારી કમાય છે. જ્યારે કેટલાક મિકેનિક તરીકે તો કેટલાક બ્લુ કોલર (blue collar) વ્યવસાયમાં સંકળાયેલા છે. બંદર અને જહાજ ઉદ્યોગમાં પણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે કેટલાય લોકોને રોજગારી આપે છે.મધ્ય મુંબઈમાં આવેલી ધારાવી (Dharavi)માં મોટાપ્રમાણમાં રીસાયક્લિંગ ઉદ્યોગ વિકસ્યો છે. અંહી શહેરના નકામા કચરાને રીસાયકલ કરવામાં આવે છે. આ જિલ્લામાં એક રૃમ ધરાતવી ફેક્ટરીઓની સંખ્યા 15,000 જેટલી છે.[39]

મુંબઈમાં મીડિયા ઉદ્યોગ પણ મોટા પ્રમાણમાં રોજગારી આપે છે. ભારતના મોટાભાગના ટેલિવિઝન અને સેટેલાઈટ નેટવર્ક, તેમજ મોટા પ્રકાશન ગૃહો મુંબઈમાં વડું મથક ધરાવે છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગનું કેન્દ્ર બોલીવુડ વર્ષ દરમિયાન વિશ્વમાં સૌથી વધુ ફિલ્મો બનાવે છે. બોલીવુડનું નામ બોમ્બે અને હોલીવુડને ભેગું કરીને પૉર્ટ્મૅન્ટો (portmanteau) દ્વારા બનાવવામાં આવ્યું છે. મરાઠી ટેલિવિઝન (Marathi television) અને મરાઠી ફિલ્મ ઉદ્યોગ પણ મુંબઈમાં સ્થિત છે.

૧૯૯૧ બાદ ઉદારીકરણને કારણે મુંબઈની સાથે સાથે સમગ્ર ભારતમાં પણ અર્થતંત્રમાં તેજી જોવાઈ હતી. ૯૦ ના મધ્યમાં નાણાકીય, આઈટી, નિકાસ, સેવા અને આઉટસોર્સિંગમાં તેજી જોવાઈ હતી. મુંબઈના મધ્યમ વર્ગને આ તેજીની ઘણી અસર થઈ, જેથી તે ગ્રાહકીય તેજી લાવવામાંમુખ્ય પરિબળ બન્યું. મુંબઈકરની આવક વધતા તેઓને ખરીદશક્તિ પણ વધી જેથી ગ્રાહકોની ખર્ચવાની તાકાત પણ વધી.વિશ્વમાં વેપાર કેન્દ્રોની અનુક્રમણિકા (Worldwide Centres of Commerce Index), 2008માં મુંબઈનું સ્થાન 48મું છે. [40]એપ્રિલ 2008માં, ફોર્બ્સ (Forbes)મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવેલા “અબજોપતિઓ માટેના ટોચના 10 શહેરો”માં મુંબઈને સાતમું સ્થાન આપવામાં આવ્યું હતું. [41]

નગર વહીવટ

બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)નો ક્ષેત્રાધિકાર, મહારાષ્ટ્ર (Maharashtra), ગોવા (Goa), દમણ અને દિવ (Daman and Diu), અને દાદરા અને નગર હવેલી (Dadra and Nagar Haveli) સુધી છે.

મુંબઈ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. એક શહેર અને બીજુ ઉપનગર, આ દ્વારા મહારાષ્ટ્રના બે જિલ્લાઓ પણ રચાયા છે. શહેરના વિસ્તારનો સામાન્ય રીતે ટાપુ શહેર તરીકે ઉલ્લેખ કરાય છે. [42] મુંબઈ, જેમાં ટાપુ શહેર અને ઉપનગરોનો સમાવેશ થાય છે તેનું સંચાલન બ્રૃહદમુંબઈ મહાનગરપાલિકા(બીએમસી) (જે પહેલા બોમ્બે મહાનગરપાલિકા તરીકે જાણીતી હતી) દ્વારા થાય છે. બધી સત્તા મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner) પાસે હોય છે, જે આઈએએસ અધિકારી (IAS officer)હોય છે, જેમની નિમણૂંક રાજ્ય સરકાર (state government)કરે છે. મહાનગરપાલિકામાં 227 જેટલા કાઉન્સિલરો(નગર સેવકો) હોય છે જેવો વિવિધ 24 જેટલા મ્યુનિસિપલ વોર્ડ (municipal wards)નું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત પાંચ નિયુક્ત કરાયેલા કાઉન્સિલરો હોય છે, અંહી મેયર (Mayor)ની પણ નિમણૂંક થાય છે. મેટ્રોપોલિટન શહેર મુંબઈની બધા જ પ્રકારની નાગરિકી અને આંતરમાળખાકીય સવલતો પર બીએમસીનો કાબુ હોય છે. વહીવટ માટે દરેક વોર્ડમાં મદદનીશ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક કરાય છે. નગરસેવકોની ચૂંટણીમાં ઘણા બધા પક્ષો પોતાના ઉમેદવારો ઉભા કરે છે.મુંબઈ મેટ્રોપોલિટન રીઝન(પ્રદેશ) (Mumbai Metropolitan Region)માં સાત મહાનગરપાલિકા અને 13 મ્યુનિસિપલ કાઉન્સિલનો સમાવેશ થાય છે. બીએમસીમાં સાત જેટલી મહાનગરપાલિકાઓને પણ સામેલ કરવામાં આવી છે જેમાં થાણે (Thane), કલ્યાણ-ડોમ્બિવલી (Kalyan-Dombivali), નવી મુંબઈ (Navi Mumbai), મીરા- ભાયંદર (Mira-Bhayandar), ભિવંડી-નિઝામપૂર (Bhiwandi-Nizampur) અને ઉલ્હાસનગર (Ulhasnagar)નો સમાવેશ થાય છે.[43]બ્રૃહદ મુંબઈ મહારાષ્ટ્રના બે જિલ્લાઓનું નિર્માણ કરે છે. આ બન્ને જિલ્લાઓનું અધિકાર જિલ્લા કલેક્ટર (District Collector) હસ્તક હોય છે. કલેક્ટરે મુખ્યત્વે વિવિધ પ્રકારની સંપતિઓનો રેકોર્ડ રાખવાનું તેમજ કેન્દ્ર સરકાર (Central Government)માટે મહેસુલ ઉઘરાવવાનું અને રાષ્ટ્રીય ચૂંટણીઓની દેખરેખ રાખવાનું છે.

મુંબઈ પોલીસ (Mumbai Police)ના વડા પોલીસ કમિશનર (Police Commissioner) હોય છે જેઓ આઈપીએસ (IPS)અધિકારી હોય છે. મુંબઈ પોલીસ રાજ્યના ગૃહ વિભાગના હાથ નીચે કામ કરે છે. શહેર સાત પોલીસ અને 17 ટ્રાફિક પોલીસ વિભાગમાં વહેંચાયેલું છે. દરેકની આગેવાની નાયબ પોલીસ કમિશનર કરે છે. ટ્રાફિક પોલીસ મુંબઈ પોલીસના હાથ નીચેની સ્વાયત્ત બોડી છે. [44]મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Fire Brigade)વિભાગની આગેવાની ચીફ ફાયર ઓફિસર કરે છે જેમના હાથ નીચે ચાર નાયબ ચીફ ફાયર ઓફિસર અને છ વિભાગીય અધિકારીઓ હોય છે.

મુંબઈમાં બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)આવેલી છે બોમ્બે હાઈકોર્ટનો ક્ષેત્રાધિકાર, મહારાષ્ટ્ર, ગોવા (Goa), અને કેન્દ્રશાસિત પ્રદેશો (Union Territories)દમણ અને દિવ (Daman and Diu), અને દાદરા અને નગર હવેલી (Dadra and Nagar Haveli)સુધી છે. મુંબઈમાં બે નીચલી અદાલતો પણ છે, નાગરીકી બાબતો માટે સ્મોલ કોઝ કોર્ટ (Small Causes Court) અને ગુનાઓ માટેની સેશન્સ કોર્ટ (Sessions Court).મુંબઈમાં આતંકવાદી પ્રવતિઓ ચલાવતા લોકો માટે વિશેષ ટાડા(ટેરરીસ્ટ એન્ડ ડિસ્રપ્ટિવ એક્ટીવીટી)કોર્ટ છે.

લોકસભા (Lok Sabha) માટે મુંબઈમાંથી છ સાંસદોની ચૂંટણી થાય છે જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Vidhan Sabha)માટે 34 ધારાસભ્યો ચૂંટાય છે.મુંબઈની આગેવાની મેયર શુભા રાઉલ (Shubha Raul), મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner) જયરાજ ફાટક (Jairaj Phatak), અને શેરીફ (Sheriff)ઈન્દુ શાહની (Indu Shahani) કરે છે.

વાહનવ્યવહાર

છત્રપતિ શિવાજી ટર્મિનલ (Chhatrapati Shivaji Terminus)જે પહેલા વિકટોરિયા ટર્મિનલ તરીકે જાણીતું હતું તે મધ્ય રેલવે (Central Railway)નું વડું મથકે છે, આ ટર્મિનલને યુનેસ્કો (UNESCO)દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ (World Heritage Site) ઘોષિત કરાયું છે.
આધુનિક બેસ્ટ (BEST)બસ(સ્ટારબસ).
છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Chhatrapati Shivaji International Airport)દક્ષિણ એશિયા (South Asia)નું સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટ છે. [45]

મુંબઈની વાહનવ્યવહાર વ્યવસ્થામાં મુંબઈ ઉપનગરીય રેલવે સેવા (Mumbai Suburban Railway), બેસ્ટ (BEST), બસ, ટેક્સી, ઓટોરીક્ષા (auto rickshaw), ફેરી, અને એરોપ્લેનનો સમાવેશ થાય છે.મેટ્રો અને મોનોરેલવેનું હાલમાં બાંધકામ ચાલું છે.

મુંબઈ બે રેલવે વિભાગનું વડું મથક છે. એક મધ્ય રેલવે(સીઆર) જેનું વડું મથક છત્રપતિ શિવાજી ટર્મિનલ (Chhatrapati Shivaji Terminus)માં છે અને બીજૂં પશ્ચિમ રેલવે (ડબલ્યુઆર)જેનું વડું મથક ચર્ચગેટ (Churchgate)નજીક છે. શહેરના વાહનવ્યવહારની કરોડરજ્જુ મુંબઈ ઉપનગરીય રેલવે સેવા છે, આ સેવા ત્રણ અલગ અલગ નેટવર્ક દ્વારા ઉત્તરથી દક્ષિણ દિશામાં ચાલે છે. મુંબઈ મેટ્રો (Mumbai Metro)ટ્રેન, અંડરગ્રાઉન્ડ એલિવેટેડ રેલવે સિસ્ટમનું હાલમાં બાંધકામ ચાલુ છે. 2011 તેનું કામ પૂરૂ થશે ત્યારે તે વર્સોવા, અંધેરી થી ઘાટકોપર સુધી જશે. જ્યારે મુંબઈ મોનોરેલ (Mumbai Monorail) શરૂ થશે ત્યારે તે જેકોબ સર્કલથી વડાલા વચ્ચે દોડશેમુંબઈ દેશના અન્ય ભોગ સાથે ભારતીય રેલવે (Indian Railways)દ્વારા જોડાયેલું છે. આ ટ્રેનો છત્રપતિ શિવાજી ટર્મિનલ, દાદર (Dadar), લોકમાન્ય તિલક ટર્મિનલ (Lokmanya Tilak Terminus), મુંબઈ સેન્ટ્રલ (Mumbai Central), બાંદ્રા ટર્મિનલ (Bandra terminus) અને અંધેરીથી ઉપડે છે. મુંબઈની ઉપનગરીય રેલવે સેવા દ્વારા રોજના 6.3 મિલિયન(60 લાખ 30 હજાર) લોકો પ્રવાસ કરે છે. [46]

બેસ્ટ દ્વારા ચલાવવામાં આવતી બસો મોટાભાગના શહેરની સાથે સાથે નવી મુંબઈ (Navi Mumbai) અને થાણે (Thane)ને પણ આવરી લે છે. આ બસોનો ઉપયોગ ટુકાં અંતરથી લઈને લાંબા અંતરની મુસાફરી માટે થાય છે. જ્યારે લાંબા અંતર માટે ટ્રેન સેવાઓ સસ્તી પડે છે. બેસ્ટ કુલ 3,408 બસ ચલાવે છે, [47]જે દ્વારા વિવિધ 340 રૂટો દ્વારા 4.5 મિલિયન(40 લાખ 50 હજાર) પેસેન્જરોને તેમના લક્ષ્યાંક સુધી પહોંચાડે છે. બેસ્ટના બસના કાફલામાં સિંગલ ડેકર, ડબલ ડેકર, વેસ્ટિબ્યૂલ, લો ફ્લોર, વિકલાંગોને તકલીફ ન પડે તેવી, એર કન્ડિશન્ડ અને યુરો ત્રણ (Euro III) ધોરણોવાળી તેમજ સીએનજી દ્વારા ચાલતી બસોનો સમાવેશ થાય છે.એમએસઆરટીસી (MSRTC)મુંબઈને મહારાષ્ટ્ર અને ભારતના અન્ય વિસ્તારોને બસ સેવા દ્વારા જોડે છે. મુંબઈમાં આવેલા પ્રવાસના સ્થળો (tourist attractions in Mumbai)નું દર્શન કરાવતી મુંબઈ દર્શનએ પ્રવાસી બસ સર્વિસ છે. સમગ્ર મુંબઈમાં બીઆરટીએસની અલગ લાઈન બનાવવામાં આવશે જેનું બાંધકામ ૨૦૦૯માં શરુ થયું છે.

કાળા અને પીળા કલરની અને મીટર ધરાવતી ટેક્સી (taxis) મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં દેખાય છે.મુંબઈના ઉપનગરોમાં ઓટોરીક્ષાની સેવા છે. લોકોની મંનપસંદ સેવા ઓટોરીક્ષા છે, આ રીક્ષાઓ સીએનજી પર ચાલે છે. પોતાના મંઝીલ સુધી પહોંચવા માટે આ ત્રણ પૈડાની સેવા ઘણી ઝડપી છે. આ ઉપરાંત તે ઘણી સસ્તી સેવા છે, રીક્ષામાં ત્રણ યાત્રીઓ બેસી શકે છે.

મુંબઈનું છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Chhatrapati Shivaji International Airport)શહેરનું મુખ્ય વિમાનસંચાલનનું કેન્દ્ર છે. આ દક્ષિણ એશિયાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. [45]જુહૂ એરોડ્રામ (Juhu aerodrome)ભારતનું સૌથી પહેલું વિમાનીમથક હતું.હાલમાં તેનો ઉપયોગ ફ્લાઈંગ કલબ અને હેલીપોર્ટ માટે થાયછે. પ્રસ્તાવિત નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Navi Mumbai International Airport)જે કોપરા પનવેલ વિસ્તારમાં બંધાવાનું છે. આ એરપોર્ટને કેન્દ્ર સરકાર પરવાનગી આપી દીધી છે. આ એરપોર્ટ બનવાથી હાલના એરપોર્ટની વ્યવસ્તતામાં ઘટાડો થશે. ભારતના ઘરેલુ પેસેન્જરનો ૨૫% અને દેશના કુલ આંતરરાષ્ટ્રીય પેસેન્જરનો ૩૮% ટ્રાફિક મુંબઈ વહન કરે છે.

મુંબઈની વિશેષ પ્રકારની સ્થાનિક ભૂગોળને કારણે તે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ કુદરતી બંદર છે. આ બંદર દેશના કુલ પેસેન્જર ટ્રાફિકના 50 % ટકા અને તેના જેટલો જ કાર્ગો ટ્રાફિક પણ વહન કરે છે. [2]ઉપરાંત ભારતીય નૌકાદળ (Indian Navy)નું મહત્વનું મથક પણ અંહી આવ્યું છે, જે પશ્ચિમી નૌકા કમાન્ડનું વડૂં મથક છે.[48]અંહી ઉપલબ્ધ ફેરી સર્વિસને કારણે પણ લોકોને ટાપુ પર અને અન્ય બીચ પર જવાનું સસ્તું પડે છે.

ઉપયોગિતા સેવા

મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ બીએમસી વડુંમથક

બીએમસી (BMC) શહેરને પીવાનું પાણી પૂરુ પાડે છે. જે મોટાભાગે તુલસી અને વિહાર સરોવર તેમજ કેટલાક અન્ય સરોવરમાંથી આવે છે. આ પાણીને ભાંડુપ (Bhandup) ખાતે શુદ્ધ કરવામાં આવે છે, જે એશિયાનો સૌથી મોટો શુદ્ધીકરણ પ્લાન્ટ છે. ભારતની સૌપ્રથમ ભૂગર્ભ પાણીની પાઈપલાઈન પણ મુંબઈમાં બાંધવામાં આવશે.[49]આ ઉપરાંત, બીએમસી શહેરના રોડના રખરખાવ અને કચરાના એકત્રીકરણ માટે જવાબદાર છે. મુંબઈમાં દરરોજનો આશરે 7,800 મેટ્રીક ટન જેટલો કચરો ઉત્તર પશ્ચિમમાં આવેલા ગોરાઈ (Gorai)માં, ઉત્તરપુર્વમાં આવેલા મુલુંડ (Mulund)અને પુર્વમાં દેઓનાર (Deonar)ના ગ્રાઉન્ડમાં ડમ્પ કરવામાં આવે છે. Sewage treatment is carried out at Worli (Worli) and Bandra (Bandra), and disposed off by two independent marine outfalls of 3.4 km (2.1 mi) and 3.7 km (2.3 mi) at Bandra and Worli respectively. ત્રીજો આઉટફ્લોનું મલાડમાં આયોજન કરવામાં આવી રહ્યું છે.

મુંબઈમાં વીજળીના પુરવઠાની વેંચણી બેસ્ટ (BEST) દ્વારા કરવામાં આવે છે. જ્યારે ઉપનગરોમાં રીલાયન્સ એનર્જી (Reliance Energy), તાતા પાવર (Tata Power)અને મહાવિતરણ (Mahavitaran)(મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રીસિટી ડિસ્ટ્રીબ્યુશન કું.લી) જેવી કંપનીઓ આ વ્યવસ્થા સંભાળે છે. મોટાભાગની વીજળીનું ઉત્પાદન પાણી દ્વારા અને પરમાણૂ દ્વારા કરવામાં આવે છે. તેની ઉત્પાદન ક્ષમતા કરતા તેની ખપત વધુ ઝડપે વધી રહી છે. મુંબઈમાં સૌથી મોટી ટેલિફોન સર્વિસ આપનાર કંપની કેન્દ્ર સરકાર હસ્તકની એમટીએનએલ (MTNL) છે. જેની પાસે 2000ની સાલ સુધી ફિક્સ લાઈન અને સેલ્યુલર સર્વિસ પુરી પાડવાનો ઈજારો હતો. આ કંપની મોબાઈલ અને ડબલ્યુએલએલ (WLL) સેવા પણ આપે છે. મુંબઈમાં સેલફોનનું ક્ષેત્ર વ્યાપક છે. અંહીના મુખ્ય સર્વિસ પ્રોવાઈડર્સ, વોડાફોન એસ્સાર (Vodafone Essar), એરટેલ (Airtel), એમટીએનએલ, બીપીએલ ગ્રુપ (BPL group),રીલાયન્સ કમ્યૂનિકેશન (Reliance Communications), આઈડિયા સેલ્યુલર (Idea Cellular) અને તાતા ઈન્ડિકોમ (Tata Indicom)છે. શહેરમાં જીએસએમ અને સીડીએમએ એમ બન્ને પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. શહેરમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ જોડાણોની સંખ્યા વધી રહી છે. આ ક્ષેત્રમાં એમટીએનએલ અને તાતા (Tata) મુખ્ય સર્વિસ પ્રોવાઈડર્સ છે.

વસ્તી

2001ની વસ્તી ગણતરી મૂજબ મુંબઈની વસ્તી 11,914,398 છે, વર્લ્ડ ગેઝેટીયર દ્વારા કરવામાં આવેલા [50]એક અનુમાન મુજબ 2008માં મુંબઈની વસ્તી 13,662,885 છે[51] અને મુંબઈ મેટ્રોપોલિટન એરિયા (Mumbai Metropolitan Area)ની વસ્તી 20,870,764 છે.[52]વસ્તીની ઘનતા અનુમાન ચોરસ કિલોમીટર દીઠ મુજબ 22,000 વ્યકિત છે. શહેરનો સરેરાશ સાક્ષરતા દર 86 % છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઉંચો છે. [53]શહેરમાં દર એક હજાર પૂરૂષોએ મહિલાઓની સંખ્યા 875 છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછી છે.

મુંબઈમાં જે ધર્મના લોકો રહે છે તેમાં હિંદુ (Hindu)ઓ (67.39%), મુસ્લિમ (Muslim)ઓ (18.56%), બૌદ્ધ ધર્મી (Buddhist)ઓ (5.22%), જૈન (Jain)ઓ (3.99%) અને ખ્રિસ્તી (Christian)ઓ (3.72%), શીખ (Sikh)ઓ અને પારસી (Parsi)ઓ જે વસ્તીનો બાકીનો હિસ્સો પૂરો કરે છે.[54].ભાષાવાર મુજબ વસ્તી જોઈએ તો મહારાષ્ટ્રીયન (Maharashtrians) (53%), ગુજરાતીઓ (Gujaratis) (22%), ઉત્તર ભારતીયો (North Indians) (17%), તમિળો (Tamils) (3%), સિંધી (Sindhis) (3%), તુલુવાસ (Tuluvas)/કન્નાડીગાઝ (Kannadigas) (2%) અને અન્ય[55].ભારતના વિવિધ છેડેથી લોકો આવતા હોવાથી અહીં વિવિધ પ્રકારની સંસ્કૃતિનું મિશ્રણ જોઈ શકાય છે.શહેરમાં રહેલી વ્યાપારની તકોને કારણે વિદેશી નાગરીકો પણ આ શહેર તરફ આકર્ષાય છે.

અન્ય ભારતીય મહાનગરો (metropolitan city)ની જેમ મુંબઈમાં પણ વિવિધ ભાષાઓ જાણતા લોકોની સારી એવી સંખ્યા છે. મહારાષ્ટ્રની સત્તાવાર ભાષા મરાઠી (Marathi) છે જે વ્યાપક પણે બોલાય છે. અન્ય બોલાતી ભાષાઓમાં હિન્દી (Hindi), ગુજરાતી (Gujarati) અને અંગ્રેજી મુખ્ય છે. હિન્દીની રોજબરોજની કામગીરીમાં બોલાતો પ્રકાર મુંબૈયા (Mumbaiya) તરીકે પ્રખ્યાત છે જેમાં મરાઠી, હિન્દુ, ભારતીય અંગ્રેજી (Indian English) અને અન્ય શોધાયેલા શબ્દોનું મિશ્રણ હોય છે. આ ભાષા મુંબઈની ગલીઓમાં બોલાય છે. અંગ્રેજી ભાષાનો વ્યાપક પણે ઉપયોગ થાય છે. વાઈટ કોલર (white collar) જોબ(મોટા પગારની નોકરી કરતા) કરતા લોકોની આ મુખ્ય ભાષા છે.

વિકાસશીલ (developing countries)દેશોના ઝડપથી ઉભરી રહેલા શહેરોમાં શહેરીકરણને કારણે જે સમસ્યાઓ ઉભી થાય છે તેવી જ સમસ્યાઓ મુંબઈમાં પણ છે, જેમ કે વ્યાપક પ્રમાણમાં ગરીબી, બેરોજગારી, આરોગ્ય, અને મોટાભાગના લોકો માટે નબળી કક્ષાનું શૈક્ષણિક ધોરણ અને સિવિક સેવાઓ. મુંબઈમાં રહેઠાણોની કિંમત ઘણી વધુ હોય છે, જેને કારણે લોકો સાંકડી જગ્યાઓ અને પ્રમાણમાં મોંઘા મકાનોમાં રહે છે. જે મોટાભાગે તેમના કામ કરવાના સ્થળથી દુર હોય છે. આ કારણે તેમને ઓફિસ સુધી જવા માટે લાંબુ અંતર રોડ દ્વારા કે ટ્રેન દ્વારા કાપવું પડે છે. 2001ની વસ્તી ગણતરી મુજબ, મુંબઈના 54.1 % લોકો ઝૂંપડપટ્ટીઓમાં રહે છે.[56]એશિયા (Asia)ની બીજા નંબરની સૌથી મોટી ઝૂંપડપટ્ટી (slum)[57] ધારાવી (Dharavi)મધ્ય મુંબઈમાં આવેલી છે જેમાં આઠ લાખ લોકો રહે છે. [58]1991 થી 2001ના દશકા દરમિયાન મહારાષ્ટ્ર (Maharashtra)ની બહારથી જે લોકો મુંબઈમાં આવ્યા તેઓની સંખ્યા 1.12 મિલિયન( 10 લાખ 12 હજાર) છે. જે મુંબઈની વસ્તીના કુલ વધારાના 54.8 % છે. [59]2004ના વર્ષમાં મુંબઈમાં અપરાધના 27,577 જેટલા બનાવો નોંધાયા છે.જે 2001માં નોંધાયેલા 30,991 ગુનાઓ કરતા 11 % ઓછા છે.શહેરની મુખ્ય જેલ આર્થર રોડ જેલ (Arthur Road Jail) છે.

લોકો અને સંસ્કૃતિ

શહેરનું સૌથી જુનું જાહેર પુસ્તકાલય એશિયાટીક સોસાયટી ઓફ બોમ્બે છે.

મુંબઈમાં રહેતા લોકોને મુંબઈકર (Mumbaikar)કહેવાય છે. મુંબઈવાસીઓ.તેમના કામ કરવાના સ્થળે જલ્દી જઈ શકે તે માટે ઘણા લોકો રેલવે સ્ટેશનની પાસે જ રહે છે. કારણ કે પ્રવાસમાં ઘણો બધા સમય વ્યય થાય છે. ભારતના લોકો તીખી અને મસાલેદાર વસ્તુઓ આરોગે છે. મુંબઈમાં પણ સમુદ્ધ રાંઘણકળા છે. પરંતુ અંહી અન્ય ભારત કરતા ઓછા તીખા અને મસાલેદાર વ્યંજનો હોય છે. અંહીની કેટલીક ખાવાલાયક ચીજવસ્તુઓની યાદીમાં ધનશાક,ખીચડી, બોમ્બાઈ બટાટા ભાજી, કામાગ કાકરી, સોલાચી કઢી, મિનિ વેલા કરીઅને કરીબોમ્બે ડક (Bombay Duck)નો સમાવેશ થાય છે.[60]રોડની આજૂબાજૂમાં સ્થાનિક વાનગીઓ જેવી વાડાપાંઉ (vada pav), પાણીપૂરી (panipuri), પાવભાજી અને ભેલપૂરી (bhelpuri) પ્રખ્યાત છે.શહેરમાં ઘણી નાની રેસ્ટૉરૉં પણ છે(જે ને ઉડીપી રેસ્ટૉરૉં પણ કહે છે.) જે દક્ષિણ ભારતીય અને પંજાબી વાનગીઓ પીરસે છે. શહેરમાં રેસ્ટૉરૉંનો એક અલગ પ્રકાર પણ છે જેને ઈરાની રેસ્ટૉરૉં કહે છે. આ રેસ્ટૉરૉંમાં એક પરંપરાગત મેનુ હોય છે જેની સાથે પ્રખ્યાત ઈરાની ચા અથવા ચાઈ આપવામાં આવે છે.

ભારતીય સિનેમા (Indian cinema)નું જન્મસ્થળ મુંબઈ છે. દાદાસાહેબ ફાળકે (Dadasaheb Phalke)એ 20મી સદીમાં મુંગી ફિલ્મોનું નિર્માણ કર્યું ત્યાર બાદ મરાઠી ટોકી (Marathi talkies)ની પણ શરૃઆત થઈ. સૌથી જૂની ફિલ્મો પ્રદર્શિત થઈ તે 20મી સદીમાં બની હતી. મુંબઈમાં મોટાપ્રમાણમાં પણ થિયેટર છે, જેમાં વિશ્વનું સૌથી મોટું આઈમેક્સ (IMAX) ડોમ થિયેટરનો સમાવેશ થાય છે. જેમાં[61] બોલીવુડ, મરાઠી, અને હોલીવુડ (Hollywood)ની ફિલ્મો પ્રદર્શિત થાય છે. વર્ષ દરમિયાન ઘણા ફિલ્મ ફેસ્ટીવલ આયોજીત કરવામાં આવે છે.[62] મોટાભાગના વ્યવસાયી નાટ્ય મંડળો બ્રિટીશ રાજ દરમિયાન બન્યા હતા, તેઓ 1950ના દાયકામાં લુપ્ત થયા, આ બાદ મુંબઈમાં અનોખી “નાટ્ય ચળવળ“ ચાલી જેમાં મરાઠી, હિન્દી, અંગ્રેજી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં નાટકો બનતા હતા.[63]

સમકાલિન કળા સરકારી નાણાં દ્વારા ચાલતી કળા સંસ્થાઓ અને અંગત વ્યવસાયી ગેલેરીઓમાં પ્રદર્શિત થતી રહે છે.સરકારી નાણા દ્વારા ચાલતી આર્ટ ગેલેરીઓમાં જહાંગીર આર્ટ ગેલેરી (Jehangir Art Gallery) અને નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ (National Gallery of Modern Art)નો સમાવેશ થાય છે. 1833માં એશિયાટીક સોસાયટી ઓફ બોમ્બે (Asiatic Society of Bombay)ની સ્થાપના થઈ હતી, જે શહેરનું સૌથી જૂનુ જાહેર પુસ્તકાલય (public library)છે.દક્ષિણ મુંબઈ (South Mumbai)માં આવેલું છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય (Chhatrapati Shivaji Maharaj Vastu Sangrahalaya)(પહેલા પ્રિન્સ વેલ્સ મ્યુઝીયમ તરીકે જાણીતું હતું.) જાણીતું મ્યુઝીયમ છે. ગેટવે ઓફ ઇન્ડિયા (Gateway of India)ની નજીક આવેલા આ મ્યુઝીયમમાં ભારતીય ઇતિહાસની પ્રાચીન વસ્તુઓને પ્રદર્શીત કરવામાં આવી છે. [64]મુંબઈમાં પ્રખ્યાત પ્રાણી સંગ્રહાલય આવે છે જેને જીજામાતા ઉધાન (Jijamata Udyaan) કહેવાય છે. તેની સરહદ પર બગીચો અને બંદર આવેલું છે. [65]

મુંબઈમાં બે યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટ (UNESCO World Heritage Sites)આવેલી છે, એક છત્રપતિ શિવાજી ટર્મિનલ (Chhatrapati Shivaji Terminus) અને એલિફન્ટાની ગુફાઓ (Elephanta Caves).[66]શહેરના અન્ય જાણીતા સ્થળો નરીમાન પોઈન્ટ (Nariman Point), ગિરગામ ચોપાટી (Girgaum Chowpatti), જૂહૂ બીચ (Juhu Beach)અને મરીન ડ્રાઈવ (Marine Drive) છે. થીમ પાર્કએસેલ વર્લ્ડ (Essel World)[67]પણ ઘણો પ્રખ્યાત છે, જે ગોરાઈ સમુદ્ર કિનારાથી નજીક છે. એશિયાનો સૌથી મોટો થીમ વોટર પાર્ક, વોટર કિંગ્ડમ પણ મુંબઈમાં આવેલો છે.

મુંબઈના રહેવાસીઓ ભારે ધામધૂમપૂર્વક પશ્ચિમિ (Western) અને ભારતીય તહેવારો (Indian festivals)ની ઉજવણી કરે છે. મુંબઈમાં પ્રખ્યાત તહેવારોમાં દિવાળી (Diwali), હોળી (Holi), ઈદ (Eid), ક્રિસમસ (Christmas), નવરાત્રી (Navratri), ગુડ ફ્રાઈડે (Good Friday), દશેરા (Dussera), મોહરમ (Moharram), ગણેશ ચતૂર્થી (Ganesh Chaturthi), દુર્ગા પુજા (Durga Puja) અને મહાશિવરાત્રી (Maha Shivratri)નો સમાવેશ થાય છે. સંગીત, નૃત્ય, નાટ્ય અને ફિલ્મ જેવા વિવિધ ક્ષેત્રને સાંકળી લેતો એક ફેસ્ટીવલ યોજાય છે જેને કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ (Kala Ghoda Arts Festival)કહે છે. જેમાં વિવિધ લોકો પોતાની કળાનું પ્રદર્શન કરે છે.[68]બે અઠવાડીયા સુધી ચાલતો મેળો બાંદ્રા ફેર (Bandra Fair)તરીકે ઓળખાય છે જેમાં બધા જ ધર્મના લોકો ભાગ લે છે. સંગીત સમારોહ પર આધારિત બાણગંગા ફેસ્ટિવલ બે દિવસ સુધી ચાલે છે. જેનું આયોજન મહારાષ્ટ્ર ટુરીઝમ ડેવેલપ્મન્ટ કોર્પોરેશન દ્વારા મુંબઈમાં આવેલા ઐતિહાસિક બાણગંગા (Banganga Tank) કૂડ પાસે કરવામાં આવે છે. [69]એલિફન્ટા ફેસ્ટિવલ જેનું આયોજન ફ્રેબ્રુઆરી મહિનામાં એલિફન્ટા ટાપુઓ (Elephanta Island) પર થાય છે. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ક્લાસિકલ ભારતીય નૃત્ય અને સંગીતના કલાકારો અંહી ઉમટી પડે છે. [70]

મુંબઈને નીચેના કેટલાક શહેરો સાથે સિસ્ટર સીટી (sister city) સમજૂતીઓ છે.[71]

માધ્યમો

મુંબઈમાં ઘણા બધા અખબારો (newspaper), પ્રકાશનો, અને ટેલિવિઝન અને રેડીયો સ્ટેશન આવેલા છે. જે અંગ્રેજી ભાષાના જાણીતા અખબારો મુંબઈ ખાતેથી પ્રકાશિત અને વેચાય છે તેમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા (Times of India), મિડ-ડે (Mid-day), હિન્દુસ્તાન ટાઈમ્સ (Hindustan Times), ડીએનએ (DNA), અને ઈન્ડિયન એક્સપ્રેસ (Indian Express)નો સમાવેશ થાય છે.મરાઠી ભાષાના અખબારોમાંલોકસત્તા (Loksatta), લોકમત (Lokmat) અને મહારાષ્ટ્ર ટાઈમ્સ (Maharashtra Times)નો સમાવેશ થાય છે.અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ અખબારો પ્રગટ થાય છે. મુંબઈમાંથી એશિયાનું સૌથી જૂના અખબાર બોમ્બે સમાચાર (Bombay Samachar) પ્રગટ થાય છે, ગુજરાતી ભાષાનું આ દૈનિક 1822થી નિયમિત પણે પ્રગટ થાય છે. મરાઠી ભાષાનું પહેલુ અખબાર બોમ્બે દર્પણ -ની શરૂઆત મુંબઈમાં 1831માં બાલાશાસ્ત્રી જાંભેકરે કરી હતી.[72]લોકપ્રિય સામાયિકોમાં મરાઠીમાં સાપ્તાહિક સકાલ, લોકપ્રભા, અને અંગ્રેજીમાં ઇન્ડિયા ટુડે (India Today) અને આઉટલુકનો સમાવેશ થાય છે.

બોલીવુડ (Bollywood)નું કામકાજ મુંબઈમાં થાય છે.

મુંબઈમાં કેટલીયભારતીય (Indian) અને વિદેશી ચેનલો જોવાય છે. મુંબઈવાસીઓ કેબલ દ્વારા 100થી વધુ ચેનલો જોઈ શકે છે, આ ચેનલોના કાર્યક્રમ મુંબઈમાં વસતા વિવિધ પ્રદેશોના લોકો (polyglot)ના મનોરંજન માટે પ્રસારીત કરવામાં આવે છે. મહાનગરમાં આંતરરાષ્ટ્રીય મીડિયા કોર્પોરેશનનું પણ મથક છે. અંહી મોટી સમાચાર ચેનલો અને પ્રિન્ટ પબ્લિકેશનોનીવિશાળ હાજરી છે.રાષ્ટ્રીય પ્રસારણ સેવા દૂરદર્શન (Doordarshan)બે પ્રાદેશિક ચેનલ મફત પૂરી પાડે છે. જ્યારે ત્રણ મોટા કેબલ નેટવર્ક અન્ય લોકોને સેવા આપે છે. મુંબઈમાં ઈએસપીએન (ESPN), સ્ટાર સ્પોર્ટસ (Star Sports), ઝી મરાઠી (Zee Marathi), ઈટીવી મરાઠી (ETV Marathi), ડીડી સહ્યાદ્રી, મી મરાઠી, ઝી ટોકીઝ, ઝી ટીવી (Zee TV), સ્ટાર પ્લસ (STAR Plus) અને અન્ય સમાચાર ચેનલો જેવી કે સ્ટાર માઝા લોકપ્રિય છે. મુંબઈ અને મહારાષ્ટ્રના દર્શકોને સમર્પિત હોય તેવી મરાઠી સમાચાર ચેનલોમાં સ્ટાર માઝા (Star Majha), ઝી 24 તાસ (Zee 24 Taas)અને સહારા સમય મુંબઈ છે. સેટેલાઈટ ટેલિવિઝન(ડીટીએચ) (Satellite television (DTH))સેવા તેની મોંઘી કિંમતને લીધે હજૂ સુધી બધા જ લોકો સુધી પહોંચી શકી નથી અંહી જે લોકપ્રિય ડીટીએસ સેવા છે તેમાં ડીસ ટીવી (Dish TV)અને ટાટા સ્કાય (Tata Sky)નો સમાવેશ થાય છે. મુંબઈમાં 12 રેડિયો સ્ટેશન છે જેમાંથી 9 સ્ટેશનો એફએમ (FM) બેન્ડ પર પ્રસારિત થાય છે. અને ત્રણ ઓલ ઇન્ડિયા રેડિયો (All India Radio) સ્ટેશન એએમ (AM) બેન્ડ પર પ્રસારીત થાય છે. [73]મુંબઈમાં કમર્શિયલ રેડિયો (Commercial radio)પ્રોવાઈડર્સ જેમ કે વર્લ્ડ સ્પેશ (WorldSpace), સાઈરસ (Sirius) અને એક્સએમ (XM) લોકપ્રિય છે. કન્ડિશનલ એક્સેસ સિસ્ટમ(સીએએસ)નો કેન્દ્ર સરકાર (Union Government)દ્વારા 2006થી અમલ કરાવવામાં આવી રહ્યો છે પરંતુ ડાઈરેક્ટ ટુ હોમ(ડીટીએચ) (Direct-to-Home (DTH)) સેવાની તીવ્ર સ્પર્ધાને કારણે જોઈએ તેટલા પ્રમાણમાં સીએએસ પ્રચલિત થયું નથી.[74]

હિન્દી ફિલ્મ ઉદ્યોગ બોલીવુડ (Bollywood)મુંબઈમાં સ્થિત છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ વર્ષે 800 જેટલી ફિલ્મો બનાવે છે જે હોલીવુડ (Hollywood)ની સરખામણીમાં બે ગણી છે. આમાંથી બોલીવુડ જ 150 જેટલી ફિલ્મો બનાવે છે. ગોરેગાંવમાં આવેલા ફિલ્મ સ્ટુડીયો જેમાં ફિલ્મ સીટી (Film City)નો પણ સમાવેશ થાય છે તેમાં ઘણી બધી ફિલ્મો માટેના સેટ્સ ઉપલબ્ધ છે. મરાઠી ફિલ્મ ઉદ્યોગ (Marathi Film Industry)પણ મુંબઈમાં આવેલો છે. 2009ના વર્ષ માટેનો શ્રેષ્ઠ ચલચિત્ર (Best Picture) માટેનો એકેડેમી એવોર્ડ (Academy Award) મેળવનાર ફિલ્મ સ્લમડોગ મિલિયોનેર (Slumdog Millionaire) પણ મુંબઈના કેટલાક ભાગોમાં શુટ કરાઈ છે. તેની કથા પણ મુંબઈની ઝૂંપડપટ્ટીને લગતી છે.

શિક્ષણ

મુંબઈ યુનિવર્સિટીમાં આવેલ રાજાબાઇ ટાવર

મુંબઈમાં આવેલી શાળાઓ મ્યુનિસિપલ સ્કુલ (બીએમસી દ્વારા સંચાલિત) અથવા ખાનગી શાળાઓ(ટ્રસ્ટ અથવા અંગત ધોરણે ચલાવાતી) હોય છે. જેમાં કેટલાક કેસોમાં તેઓ સરકાર તરફથી સહાય મેળવે છે. આ શાળઆઓ, મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ(એમએસબીએસએચએસઈ) (Maharashtra State Board (MSBSHSE)), ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ એક્ઝામિનેશન(સીઆઈએસસીઈ) (Council for the Indian School Certificate Examinations (CISCE)) અનેસેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડ્રી એજ્યુકેજ્શન બોર્ડ (Central Board for Secondary Education (CBSE))સાથે જોડાયેલી હોય છે. મોટાભાગે શિક્ષણનું માધ્યમ મરાઠી અથવા અંગ્રેજી હોય છે. સરકારી શાળાઓમાં ઘણી બધી સુવિધાઓનો અભાવ હોય છે પરંતુ ખાનગી શાળાઓમાં ન જઈ શકતા ગરીબ લોકો માટે આ જ એક માત્ર વિકલ્પ હોય છે વધુ સારી સુવિધાઓને કારણે મોટાભાગના લોકો ખાનગી શાળાઓ જ પસંદ કરે છે.

10+2+3/4 (10+2+3/4 plan)યોજના મુજબ, વિદ્યાર્થીઓ 10 વર્ષમાં શાળાનું શિક્ષણ પૂરૂ કરે છે, અને ત્યાર બાદ બે વર્ષ માટે જુનિયર કોલેજ (Junior College)માં દાખલ થાય છે. જેમાં તેઓ ત્રણ પ્રવાહ, વિનયન, વાણિજ્ય, અને વિજ્ઞાન માંથી એક પ્રવાહની પસંદગી કરે છે. આ બાદ પસંદ કરેલા અભ્યાસમાં ડિગ્રી મેળવી શકાય છે અથવા વ્યવસાયીક ડીગ્રી કોર્સ જેવા કે, કાયદો, એન્જિનિયરિંગ, તબીબી વગેરે. મોટાભાગની કોલેજો મુંબઈ યુનિવર્સિટી (University of Mumbai) સાથે જોડાયેલી હોય છે. મુંબઈ યુનિવર્સિટી સ્નાતકોને બહાર પાડવાની રીતે વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટીઓમાંથી એક છે.ભારતની ટોચની એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી સ્કુલ છે તેવી ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી બોમ્બે (Indian Institute of Technology, Bombay), વીરમાતા જીજાબાઈ ટેક્નોલોજી ઈન્સ્ટીટ્યુટ (Veermata Jijabai Technological Institute)અને યુનિવર્સિટી ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજી (University Institute of Chemical Technology), તેમજ એસએનડીટી વુમન્સ યુનિવર્સિટી (SNDT Women's University) સહીતની અન્ય યુનિવર્સિટીઓ મુંબઈમાં આવેલી છે. મુંબઈમાં જમનાલાલ બજાજ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ(જેબીઆઈએમએસ) (Jamnalal Bajaj Institute of Management Studies (JBIMS)), “સિડેનહામ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, રીસર્ચ એન્ડ ઑન્ટ્રપ્રનિયર્સશીપ એજ્યુકેશન“ (Sydenham Institute of Management Studies, Research and Entrepreneurship Education), એસઆઈએમએસઆરઈઈ (SIMSREE), એસ. પી. જૈન (S.P.Jain). તાતા ઈન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સ્ટડીઝ (Tata Institute of Social Studies)(ટીઆઈએસએસ) અને અન્ય મેનેજમેન્ટ સ્કુલો આવેલી છે. ભારતની જૂનામાં જૂની લો સ્કુલ,સરકારી લો કોલેજ (Government Law College), અને એશિયાની પહેલી વાણિજ્ય કોલેજ સિડેનહામ કોલેજ (Sydenham College) પણ મુંબઈમાં આવેલી છે. મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ (Sir J. J. School of Art)શિલ્પ અને કળામાં વિવિધ ડીગ્રીઓ ઓફર કરે છે.

મુંબઈમાં ભારતની ટોચની બે સંશોધન સંસ્થાઓ આવેલી છે. ધ ટાટા ઈન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટ રિસર્ચ (ટીઆઈએફઆર (TIFR))અને ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર(બીએઆરસી (BARC)).બીએઆરસી 40 મેગા વોટ પરમાણુ સંશોધન રિએક્ટર સાઈરસ (CIRUS) ચલાવે છે, જે ટ્રોમબે (Trombay)ખાતે આવેલું છે.

રમત ગમત

બ્રેબ્રોન સ્ટેડીયમ (Brabourne Stadium)શહેરમાં આવેલું જુનામાં જૂનું સ્ટેડીયમ છે.

મુંબઈમાં (અને દેશમાં) સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ છે. ક્રિકેટ રમતા લોકોની સરખામણીમાં સ્ટેડિયમની ઓછી સંખ્યાને કારણે ક્રિકેટનું રૂપાંતરિત સ્વરૂપ (modified versions of cricket)(જેને મોટભાગે ગલી ક્રિકેટ કહેવાય છે) જેમાં વિવિધ પ્રકારના નિયમો હોય છે તે ગમે ત્યાં રમી શકાય છે જેમ કે પાર્કીગ લોટ, બગીચા કે પછી ચાલીઓમાં. મુંબઈમાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (Board of Control for Cricket in India)(બીસીસીઆઈ)નું વડું મથક આવેલું છે. ભારતની સૌથી વધુ પ્રતિષ્ઠિત ઘરેલુ ટ્રોફી રણજી ટ્રોફી (Ranji Trophy)માં મુંબઈ ક્રિકેટ ટીમ (Mumbai cricket team)મુંબઈનું પ્રતિનિધિત્વ કરે છે. મુંબઈ ટીમ સૌથી વધુ સફળતા મેળવનાર ટીમ પણ છે. આ ઉપરાંત, ઈન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premier League)માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)અને ઈન્ડિયન ક્રિકેટ લીગ (Indian Cricket League)માં મુંબઈ ચેમ્પસ (Mumbai Champs)ની ટીમો મુંબઈનું પ્રતિનિધિત્વ કરે છે. શહેરમાં બે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાનો આવેલા છે. વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) અનેબ્રેબ્રોન સ્ટેડીયમ (Brabourne Stadium).વાનખેડે સ્ટેડીયમ 2011 ક્રિકેટ વર્લ્ડ કપ (2011 Cricket World Cup)ની યજમાની મેળવવાનું છે. હાલમાં વર્લ્ડ કપના આયોજનને લઈને સ્ટેડિયમનું વિસ્તૃતિકરણ અને રીનોવેશન થાય છે.મુંબઈમાંથી જે પ્રતિષ્ઠિત ક્રિકેટરો થયા છે તેમાં સચિન તેંડુલકર (Sachin Tendulkar), સૂનિલ ગવાસ્કર (Sunil Gavaskar), અને સંદીપ પાટીલ (Sandip Patil)નો સમાવેશ થાય છે.

શહેરમાં ફૂટબોલ બીજી લોકપ્રિય રમત છે. મુંબઈમાં ટેલિવિઝન પર સૌથી વધુ જોવાયેલી ઈવેન્ટમાં ફીફા વર્લ્ડ કપ (FIFA World Cup)નો સમાવેશ થાય છે. ભારતની રાષ્ટ્રીય રમત ફિલ્ડ હોકી (field hockey) ક્રિકેટની સરખામણીમાં તેની મહત્તા ખઈ બેસી છે. પ્રિમિયર હોકી લીગ(પીએચએલ) (Premier Hockey League (PHL))માં જે થોડી ટીમો ભાગ લઈ રહેલી છે તેમાંથી મહારાષ્ટ્ર તરફથી મુંબઈ સ્થિત મરાઠા વોરિયર્સ (Maratha Warriors)ભાગ લે છે. મુંબઈમાં ચેસ પણ ઘણી લોકપ્રિય રમત છે. મુંબઈમાં અન્ય રમતો રમાય છે તેમાં ટેનિસ, સ્કવોશ, બિલિયર્ડ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને ગોલ્ફનો સમાવેશ થાય છે. બહૂ ઓછા ભારતીય શહેરોમાં રમાતી રગ્બી યુનિયન (Rugby union) પણ મુંબઈમાં રમાય છે. દર વર્ષે ફ્રેબ્રુઆરી મહિનામાં મુંબઈમાં મહાલક્ષ્મી રેસકોર્સ (Mahalaxmi Racecourse) ખાતે ડર્બી (Derby) રેસનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જ ફોર્મુલા વન (Formula 1) રેસિંગ લોકપ્રિય બની છે. અનેફોર્સ ઇન્ડિયા (Force India)નામની એફવન ટીમ પણ મુંબઈમાં 2008માં રજૂ કરવામાં આવી હતી. [75]માર્ચ 2004માં, એફવન પાવરબોટ વર્લ્ડ ચેમ્પિયનશીપ (F1 powerboat world championship)અંતર્ગત મુંબઈ ગ્રાન્ડ પ્રીક્સનું આયોજન કરવામાં આવ્યું છે. વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો પણ શાળાઓ અને કોલેજોમાં લોકપ્રિય છે.

2004માં રમતો પર લોકોનું ધ્યાન કેન્દ્રીત થાય તે માટે મુંબઈ મેરેથોન (Mumbai Marathon)નું આયોજન કરવામાં આવ્યં હતું. 2006થી, એટીપી ટુર (ATP Tour)ની આંતરરાષ્ટ્રીય સિરિઝ (International Series)ની ટુર્નામેન્ટ કિંગફિશર એરલાઈન્સ ટેનિસ ઓપન (Kingfisher Airlines Tennis Open)નું મુંબઈમાં આયોજન થાય છે. ફ્રેબ્રુઆરી મહિનામાં મુંબઈમાં આવેલી ટર્ફ ક્લબ (Turf club)માં મેકડોવેલ (Mcdowell's) ડર્બીનું આયોજન થાય છે. [76]

સંદર્ભ

  1. 01-01-2008 માટેનું વર્લ્ડ ગેઝેટીયરનો અંદાજ
  2. Manorama Yearbook 2006. Kottayam, India: Malayala Manorama. 2006. ISBN 8189004077. Check date values in: |year= (મદદ)
  3. "Mumbai Urban Infrastructure Project". Mumbai Metropolitan Region Development Authority (MMRDA). Retrieved 2008-07-18. Check date values in: |accessdate= (મદદ)
  4. "Navi Mumbai International Airport". City & Industrial Development Corporation of Maharashtra Limited. the original (JPG) માંથી 2012-07-09 પર સંગ્રહિત. Retrieved 2008-07-18. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
  5. Sheppard, Samuel T (1917). Bombay Place-Names and Street-Names:An excursion into the by-ways of the history of Bombay City. Bombay, India: The Times Press. pp. 104–105. ASIN B0006FF5YU. Check date values in: |year= (મદદ)
  6. Sujata Patel & Jim Masselos, સંપા. (2003). "Bombay and Mumbai: Identities, Politics and Populism". Bombay and Mumbai. The City in Transition. Delhi, India: The Oxford University Press. pp. pg 4. ISBN 0195677110. Check date values in: |year= (મદદ)
  7. Mehta, Suketu (2004). Maximum City: Bombay Lost and Found. Delhi, India: Penguin. pp. pg 130. ISBN 0144001594. Check date values in: |year= (મદદ)
  8. "Mumbai Travel Guide". Municipal Corporation of Greater Mumbai. Retrieved 2008-11-15. Check date values in: |accessdate= (મદદ)
  9. "Cities Guide: Mumbai". Economist.com.
  10. Barbosa, Duarte (1516). Livro Em Que Dá Relação Do Que Viu E Ouviu No Oriente (Portuguese માં). apud Machado, J.P., Dicionário Onomástico Etimológico da Língua Portuguesa. Check date values in: |year= (મદદ)CS1 maint: Unrecognized language (link)
  11. "Tombo do Estado da Índia"ના દસ્તાવેજ મુજબ (હાલમાં તે ગોવા હીસ્ટ્રોલિકલ આર્કાઇવ્ઝ અથવા ગોવા પુરાભીલેખા પાસે છે.)
  12. Orta, Garcia da (1891) [1565]. Colóquios Dos Simples E Drogas Da Índia (Portuguese માં). apud Machado, J.P., Dicionário Onomástico Etimológico da Língua Portuguesa. Check date values in: |date= (મદદ)CS1 maint: Unrecognized language (link)
  13. Correia, Gaspar (1858). Lendas da Índia. "originally from the 16th century". Check date values in: |year= (મદદ)
  14. Machado, José Pedro. Dicionário Onomástico Etimológico da Língua Portuguesa. entry "Bombaim", Volume I. pp. 265–266.
  15. "Haji ali set to go, and rise again". Mumbai Mirror. 2008-08-07. Retrieved 2008-08-17. Check date values in: |accessdate=, |date= (મદદ)
  16. "UK Government Foreign and Commonwealth Office". 2007-06-28. the original માંથી 2003-07-31 પર સંગ્રહિત. Retrieved 2008-01-06. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
  17. Dossal, Mariam (1991). Imperial Designs and Indian Realities. The Planning of Bombay City 1845–1875. Delhi: Oxford University Press. Check date values in: |year= (મદદ)
  18. http://geography.about.com/b/2008/11/26/mumbai-was-bombay.htm
  19. "Special Report: Mumbai Train Attacks". BBC. 2006-09-30. Retrieved 2008-08-13. Check date values in: |accessdate=, |date= (મદદ)
  20. http://www.gulfnews.com/world/India/10255505.html
  21. Krishnadas Warrior. "Kanheri, Lungs of Mumbai". Retrieved 2007-12-05. Check date values in: |accessdate= (મદદ)
  22. ચિત્તાઉછેર કેન્દ્ર થાણે
  23. નેશનલ જિયોગ્રાફિક ચેનલ પર બિજલ ત્રિવેદી દ્વારા કિલર કેટ.
  24. "The Seismic Environment of Mumbai". Tata Institute of Fundamental Research. Retrieved 2007-12-06. Check date values in: |accessdate= (મદદ)
  25. ઢાંચો:Cite map
  26. ઢાંચો:Cite map
  27. "Mumbai Plan". Department of Relief and Rehabilitation (Government of Maharashtra).
  28. "Three drown as heavy rain lashes Mumbai for the 3rd day". Mumbai: Daily News and Analysis. 2006-07-03. Check date values in: |date= (મદદ)
  29. Herrera, Maximiliano. "Extreme temperatures". Retrieved 2007-12-06. Check date values in: |accessdate= (મદદ)
  30. "City continues to hover in 8-9 degree C range". Mumbai: Times of India. 2008-02-10. Check date values in: |date= (મદદ)
  31. Manorama Yearbook. Malayala Manorama. 2003. p. 678. ISBN 81-900461-8-7. Check date values in: |year= (મદદ)
  32. "Maharashtra — trivia". Maharashtra Tourism Development Corporation. Retrieved 2007-12-07. Check date values in: |accessdate= (મદદ)
  33. “ફોરચ્યુન ગ્લોબલ 500-ઇન્ડિયા, 2008“ સીએનએન (CNN)
  34. "Welcome To World Trade Centre, Mumbai". WTC Mumbai. Retrieved 2008-02-14. Check date values in: |accessdate= (મદદ)
  35. "Indian Cities - Mumbai". Deepthi.com. Retrieved 2009-03-02. Check date values in: |accessdate= (મદદ)
  36. "Cities of the World: Mumbai (Bombay)". City-Data.com. Retrieved 2009-03-02. Check date values in: |accessdate= (મદદ)
  37. "Indian Cities - Mumbai". Deepthi.com. Retrieved 2009-03-02. Check date values in: |accessdate= (મદદ)
  38. "Mumbai Profile - Economy & Industry". Mumbai Online.in. Retrieved 2009-03-02. Check date values in: |accessdate= (મદદ)
  39. વેસ્ટ નોટ, વોન્ટ નોટ ઈન ધ 700 પાઉન્ડ સ્લમ, ધ ગાર્ડિયન, 4 માર્ચ 2007
  40. "Worldwide Centres of Commerce Index 2008" (PDF). Mastercard.
  41. http://www.forbes.com/2008/04/30/billionaires-london-moscow-biz-billies-cz_cv_0430billiecities_slide_5.html?thisSpeed=15000
  42. "MMRDA Projects". Mumbai Metropolitan Region Development Authority (MMRDA). Retrieved 2007-12-06. Check date values in: |accessdate= (મદદ)
  43. "Presentation on Mumbai Transformation Process" (PDF). The Cities Alliance. Retrieved 2008-02-16. Check date values in: |accessdate= (મદદ)
  44. "MUMBAI POLICE: CUSTODIANS OF YOUR TRUST". Mumbai Police. Retrieved 2008-01-27. Check date values in: |accessdate= (મદદ)
  45. ટ્રાવેલ બિઝ મોનિટરઃ નવી ઈનિંગ્સ માટે મુંબઈ એરપોર્ટ તૈયાર
  46. "Overview of existing Mumbai suburban railway". Mumbai Rail Vikas Corporation. Retrieved 2008-07-07. Check date values in: |accessdate= (મદદ)
  47. "Composition of Bus Fleet". BEST Undertaking. Retrieved 2006-10-12. Check date values in: |accessdate= (મદદ)
  48. Manorama Yearbook 2003. Kottayam, India: Malayala Manorama. 2003. p. 524. ISBN 8189004077. Check date values in: |year= (મદદ)
  49. "Country's first water tunnel to come up in Mumbai". DNA (Diligent Media Corporation Ltd.). Retrieved 2008-02-21. Check date values in: |accessdate= (મદદ)
  50. મુંબઈ મેટ્રોપોલિટન રીઝનની વસ્તી અને રોજગારી પ્રોફાઈલ, સેન્સસ 2001, 5 ઓગસ્ટ, 2008ના રોજ મેળવવામાં આવ્યું.
  51. "India: largest cities and towns and statistics of their population". World Gazetteer. the original માંથી 2012-02-09 પર સંગ્રહિત. Retrieved 2008-01-31. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
  52. "India: metropolitan areas". World Gazetteer. the original માંથી 2010-02-28 પર સંગ્રહિત. Retrieved 2008-01-17. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
  53. "Census GIS India — Census of India 2001". Census of India. 2006. Check date values in: |year= (મદદ)
  54. "Census GIS Household". www.censusindia.net. Office of the Registrar General. Retrieved 2008-12-09. Check date values in: |accessdate= (મદદ)
  55. Mehta, Suketu (2004). Maximum City: Bombay Lost and Found. Alfred A Knopf. ISBN 0-375-40372-8. Check date values in: |year= (મદદ)
  56. http://nuhru.in/files/Slums%20in%20India%20-%20An%20Overview.pdf?download
  57. http://ngm.nationalgeographic.com/2007/05/dharavi-mumbai-slum/jacobson-text
  58. માઈક ડેવિસ, પ્લેનેટ ઓફ સ્લમ [« Le pire des mondes possibles : de l'explosion urbaine au bidonville global »], La Découverte, પેરીસ, 2006 (ISBN 978-2-7071-4915-2), p.31.
  59. "HIGHLIGHTS OF ECONOMIC SURVEY OF MAHARASHTRA 2005-06" (PDF). DIRECTORATE OF ECONOMICS & STATISTICS, PLANNING DEPARTMENT, GOVERNMENT OF MAHARASHTRA, MUMBAI. Retrieved 2008-02-13. Check date values in: |accessdate= (મદદ)
  60. Howard Hillman. "Mumbai Cuisine". HQP / Hillman Quality Publications. Retrieved 2008-01-19. Check date values in: |accessdate= (મદદ)
  61. "AdLabs: The IMAX Experience". AdLabsCinemas.com. Retrieved 2007-08-22. Check date values in: |accessdate= (મદદ)
  62. "મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ". મુંબઈ એકાદમિ ઓફ મુવિંગ ઇમેજ.
  63. Gilder, Rosamond (October 1957). "The New Theatre in India: An Impression". Educational Theatre Journal. Washington, DC: Johns Hopkins University Press. 9 (3): 201–204. ISSN 0192-2882.
  64. "Chhatrapati Shivaji Maharaj Vastu Sangrahalaya". Prince of Wales Museum of Western India, Mumbai. Retrieved 2007-01-30. Check date values in: |accessdate= (મદદ)
  65. "Veermata Jeejabai Udyan". Mumbai on the net. Retrieved 2007-01-30. Check date values in: |accessdate= (મદદ)
  66. "India: World heritage sites centre". UNESCO. Retrieved 2007-08-09. Check date values in: |accessdate= (મદદ)
  67. "Essel World". Retrieved 2008-01-29. Check date values in: |accessdate= (મદદ)
  68. "Kala Ghoda Association". Retrieved 2008-02-06. Check date values in: |accessdate= (મદદ)
  69. "The Banganga Festival". Maharashtra Tourism Development Corporation. Retrieved 2008-02-07. Check date values in: |accessdate= (મદદ)
  70. "The Elephanta Festival". Maharashtra Tourism Development Corporation. Retrieved 2008-02-07. Check date values in: |accessdate= (મદદ)
  71. "Official Website of Municipal Corporation of Greater Mumbai". Municipal Corporation of Greater Mumbai. Retrieved 2008-07-18. Check date values in: |accessdate= (મદદ)
  72. Veena Naregal. "Privatising emancipation (A Book Review)". Language, Politics, Elites, and the Public Sphere. The Hindu. Retrieved 2007-12-24. Check date values in: |accessdate= (મદદ)
  73. "Radio stations in Maharashtra, India". Asiawaves. Retrieved 2008-01-18. Check date values in: |accessdate= (મદદ)
  74. "Few takers for CAS in Mumbai". Times Internet Limited. 2006-12-20. Retrieved 2008-01-22. Check date values in: |accessdate=, |date= (મદદ)
  75. "Motor racing-Force India F1 team to launch 2008 car in Mumbai". uk.reuters.com. 2008-01-25. Retrieved 2008-01-27. Check date values in: |accessdate=, |date= (મદદ)
  76. "Mallya, Diageo fight for McDowell Derby". The Times of India. 2007-01-17. Retrieved 2008-07-18. Check date values in: |accessdate=, |date= (મદદ)

વધુ વાંચન

  • અગ્રવાલ, જગદીશબોમ્બે — મુંબઈ: અ પિક્ચર બૂક (૧૯૯૮)— વિલ્કો પબ્લિશિંગ હાઉસ, ISBN 81-87288-35-3.
  • ચૌધરી, કે.કે.; મુંબઈનો ઇતિહાસ (૧૯૮૭) — મોડર્ન પિરિયડ ગેઝેટીયર્સ વિભાગ, મહારાષ્ટ્ર સરકાર
  • બેહરામ કોન્ટ્રાક્ટર ફ્રોમ બોમ્બે ટૂ મુંબઈ (૧૯૯૮) ઓરિયાના બૂક
  • દ્વીવેદી, શારદા અને મેહરોત્રા, રાહુલ બોમ્બે,ધ સીટીઝ વિથઈન (૧૯૯૫) — ઈન્ડિયન બૂક હાઉસ પ્રા.લીમિટેડ. ISBN 81-85028-80-X.
  • ફોક્સ, એડમન્ટ એ; શોર્ટ હિસ્ટ્રી ઓફ બોમ્બે પ્રેસિડેન્સી (૧૮૮૮૭);— ઠાકેર એન્ડ કું — ISBN નહીં.
  • ઈમ્પરિયલ ગેઝેટીયર્સ ઓફ ઇન્ડિયા, વોલ, સાત, બેહરામપૂર ટૂ બોમ્બે.ક્લેરેડોન પ્રેસ ખાતે આવેલો ઓક્સફોર્ડ 1908. 421 પુષ્ઠ
  • અરૂણ કટિયાર એન્ડ ભોજાણી, નમાસ; બોમ્બે, અ કન્ટેમ્પરરી એકાઉન્ટ (1996) — હાર્પર કોલિન્સ ISBN 81-7223-216-0.
  • મેકલેન, જેમ્સ મેકેન્ઝી; અ ગાઈડ ટુ બોમ્બે (૧૮૭૫ & ૧૯૦૨) — વિવિધ આવૃતિઓ; ISBN નહીં.
  • મેપલ્સ— સેટેલાઈટ બેઝ કોમ્પ્રેહેન્સિવ મેપ્સ ઓફ મુંબઈ (૧૯૯૯) — સીઈ ઈન્ફો સિસ્ટમ લીમિટેડ ISBN 81-901108-0-2.
  • અવર ગ્રેટર બોમ્બે (૧૯૯૦) — મહારાષ્ટ્ર સ્ટેટ બ્યુરો ઓફ ટેક્સબૂક પ્રોડક્શન એન્ડ ક્યુરીક્યુલમ રીસર્ચ
  • સુકેતુ મહેતા; મેક્સિમમ સીટી: બોમ્બે લોસ્ટ એન્ડ ફાઉન્ડ (૨૦૦૪) — ક્નોફ ISBN 0-375-40372-8.
  • પટેલ, સુજાતા અને થોરમોર. એલિસ; બોમ્બે મેટાફોર ફોર મો઼ડર્ન ઇન્ડિયા (૧૯૯૫) — ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ (Oxford University Press), ISBN 0-19-563688-0.
  • ધ ઓક્સફોર્ડ સ્કુલ એટલાસ; 28મી સુધારેલી આવૃતિ (૧૯૯૧) — ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ ISBN 0-19-563316-4.
  • ટીનડાલ, ગિલિયન, સીટી ઓફ ગોલ્ડ(૧૯૯૨)- પેન્ગવિન, ISBN 0-14-009500-4,
  • વિરાણી, પિન્કી; વન્સ વોઝ બોમ્બે (૧૯૯૯) — વાઈકિંગ, ISBN 0-670-88869-9.
  • શારદા દ્વિવેદી,ગોડેસ આઈલેન્ડ ઈન્ડિયન એક્સપ્રેસ, ૬ જૂન ૨૦૦૫.

બાહ્ય કડીઓ

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.