દાદરા અને નગરહવેલી

દાદરા અને નગરહવેલીભારત દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, કે જે ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો છે. તેનું પાટનગર સેલવાસ છે. નગરહવેલી ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે દરિયા કિનારે આવેલું છે, જ્યારે દાદરા થોડાક અંતરે ઉત્તરમાં ગુજરાતમાં આવેલું છે.

દાદરા અને નગરહવેલી

ભારત માનચિત્ર પર દાદરા અને નગરહવેલી

ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો
મુખ્ય મથક સેલવાસ
મોટું શહેર સેલવાસ
વસ્તી 220451
 - ગીચતા/ચો. કિમી
ક્ષેત્રફળ {{{ક્ષેત્ર}}} ચો. કિમી;
 - જિલ્લોનથી
ભાષા મરાઠી, ગુજરાતી
સ્થાપના 11 ઓગસ્ટ 1961
 - રાજ્યપાલઆશિષ કુન્દ્રા (સંચાલક)
 - મુખ્યમંત્રી-
 - વિધાનસભા૧ બેઠક
સંક્ષિપ્ત [[આઇએસઓ 3166-2|]]

અહીંની મુખ્ય વસ્તી ધોડીયા અને કૂકણા લોકોની છે. સ્થાપના થયા પહેલાં અહીં ફિરંગીઓનું શાસન ચાલતું હતું.

આ પ્રદેશમાં ખાનવેલ જોવાલાયક રમણીય સ્થળ આવેલું છે. ખાનવેલ દાદરા અને નગરહવેલીના પાટનગર સેલવાસથી દક્ષિણ દિશા તરફ આવેલ છે. સેલવાસથી ખાનવેલ તરફ જતા દમણગંગા નદી આવે છે જેની ઉપર મધુબન ડેમ બનાવવામાં આવ્યો છે. દાદરામાં વનગંગા બાગ પણ જોવાલાયક સ્થળ છે.

દાદરા અને નગર હવેલીના જિલ્લાઓ

દાદરા અને નગરહવેલી જિલ્લો દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો એકમાત્ર જિલ્લો છે.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.