કેન્દ્રશાસિત પ્રદેશ

કેન્દ્રશાસિત પ્રદેશભારતનો રાજકીય ભાગ છે. રાજ્યોની જેમ પોતાની ખુદની સરકાર ચૂંટી કાઢવાને બદલે તેનું સંચાલન કેન્દ્ર સરકાર જાતે કરતી હોય છે. આથી તેને કેન્દ્રશાસિત પ્રદેશ કહે છે.

ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો

ઈ.સ. ૨૦૧૯ ના વર્ષ પ્રમાણે ભારતમાં કુલ 9 (નવ) કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે.

ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો
  1. અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ
  2. ચંડીગઢ
  3. દાદરા અને નગર હવેલી
  4. દમણ અને દીવ
  5. લક્ષદ્વીપ
  6. પૉંડિચેરી
  7. દિલ્હી
  8. જમ્મુ કાશ્મીર
  9. લદ્દાખ

દિલ્હીને રાષ્ટ્ર્રીય રાજધાની ક્ષેત્ર (NCR-National Capital Region) તરીકેનો ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે, જેનું સંચાલન કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ત્રણ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે થાય છે. જોકે દિલ્હીને થોડા વર્ષો પહેલાં રાજ્ય તરીકેનો દરજ્જો મળી ગયો છે.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.