તુર્કિશ ભાષા

તુર્કિશ (Türkçe) એ તુર્કી, સાયપ્રસ, બલ્ગેરિયા, ગ્રીસ અને ઓટોમન સામ્રાજ્યનાં ભૂતપૂર્વ દેશોમાં અને યુરોપમાં સ્થાયી લાખો વસાહતીઓ દ્વારા બોલાતી ભાષા છે.

તુર્કિશ
Türkçe
ઉચ્ચારણ[ˈt̪yɾkˌtʃe]
ના માટે મૂળ ભાષાઅલ્બેનિયા, અઝરબૈઝાન,[1], બોસ્નિયા અને હર્ઝેગોવેનિયા, બલ્ગેરિયા, ક્રોએશિયા, સાયપ્રસ, ગ્રીસ, હંગેરી, ઇરાક, કોસાવો, લેબેનોન, રિપબ્લિક ઓફ મેસેડોનિયા, મોલ્ડોવા, મોન્ટેનેગ્રો, ઉત્તર સાયપ્રસ, પેલેસ્ટાઇન, રોમાનિયા, રશિયા, સર્બિયા, સિરિયા,[2] તુર્કી, ઉઝબેકિસ્તાન,
અને બીજી વસાહતીઓ ધરાવતાં દેશો ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ફ્રાંસ, જર્મની, ઈટાલી, નેધરલેંડ, સ્વિત્ઝરલેંડ, યુનાઈટેડ કિંગડમ, અમેરિકા, અને તુર્કિશ ડાયાસ્પોરા ધરાવતાં દેશો
પ્રદેશઅન્તોલિયા, સાયપ્રસ, બાલ્કન્સ, કોકાશશ, મધ્ય યુરોપ, પશ્ચિમ યુરોપ
સ્થાનિક વક્તાઓ
૭.૭ કરોડ વિશ્વભરમાં
ભાષા કુળ
અલ્ટાઇક
  • તુર્કિક
    • દક્ષિણપશ્ચિમ તુર્કિક
      • પશ્ચિમ ઓઘુઝ
        • તુર્કિશ
લખાણ પદ્ધતિ
લેટિન લિપી, તુર્કિશ આવૃત્તિ
અધિકૃત સ્થિતિ
અધિકૃત ભાષા વિસ્તારો
 તુર્કી,
 સાયપ્રસ,
ઉત્તર સાયપ્રસ[3]*
મેસેડોનિયા ગણતંત્ર**
કોસાવો***
*જુઓ સાયપ્રસ વિવાદ.
**તુર્કિશ બોલનાર ધરાવનાર ૨૦ ટકાથી વધુ મ્યુન્સિપાલીટી.
***તુર્કિશ એ એક સ્થાનીક ભાષા છે.
નિયંત્રણકારતુર્કિશ ભાષા સંગઠન
ભાષાકીય કોડ
ISO 639-1tr
ISO 639-2tur
ISO 639-3tur
તુર્કિશ ભાષા બોલતાં દેશો

તુર્કિશ એ તુર્કિક અને અલ્ટાઇક ભાષા કુળની ભાષા છે. તુર્કિશમાં ફિનિશ અને હંગેરિયન જેવી સ્વર સંવાદિતા છે. શબ્દનો ક્રમ સામાન્ય રીત સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ (SOV) હોય છે.

૯૦૦ થી ૧૯૨૮ સુધી તુર્કિશ અરેબિક અક્ષરો વડે લખાતી હતી. પરંતુ, મુસ્તફા કમાલ અટાતુર્કે તેને લેટિન અક્ષરોમાં ફેરવી. તુર્કિશ સરકારે જાહેર કર્યું કે લેટિન અક્ષરો એ સાક્ષરતામાં વધારો કરશે કારણ કે અરેબિક અક્ષરો શીખવા અઘરા છે. વાસ્તવમાં, સાક્ષરતાના દરમાં વધારો થયો અને નવાં અક્ષરો અમલમાં આવ્યા પછી સાક્ષરતા ૨૦% થી ૯૦% પહોંચી.

નવાં લેટિન અક્ષરો બોલાતી તુર્કિશ ભાષા પ્રમાણે ગોઠવવામાં આવ્યા હતા, નહીં કે જૂની ઓટોમન લિપીને નવાં સ્વરૂપમાં ફેરવવામાં. તુર્કિશ અક્ષરો તુર્કિશ ભાષામાં લેટિન અક્ષરો વાપરે છે. જેમાં ૨૯ અક્ષરોનો સમાવેશ થાય છે, જેમાં (Ç, Ğ, I, İ, Ö, Ş, and Ü) એ મૂળ લેટિન અક્ષરોમાં ફેરફાર કરીને ફોનેટિક જરુર પ્રમાણે ગોઠવવામાં આવ્યા હતા. આ અક્ષરો તુર્કિશ ભાષાના ઉચ્ચારને યોગ્ય રીતે રજૂ કરે છે.

આ ભાષા બીજી તુર્કિક ભાષાઓ, જેવી કે ઉઝબેક, તુર્કમેન અને કઝાક સાથે સંબંધિત છે. બીજી એવી માન્યતા છે કે તુર્કિશ ભાષાએ અલ્ટાઇક ભાષા કુળનો ભાગ છે, જેમાં જાપાનીઝ, મોંગોલિયન અને કોરિયનનો પણ સમાવેશ થાય છે.

વાક્યો

સામાન્ય વાક્યો

  • Merhaba = હેલ્લો (શિષ્ટ)
  • Selam = હેલ્લો
  • Nasılsın? = તમે કેમ છો?
  • İyiyim = I'm fine
  • Teşekkür ederim = તમારો આભાર (શિષ્ટ)
  • Teşekkürler = આભાર
  • Sağol = તમારો આભાર
  • Benim adım .... = મારું નામ ... છે
  • Türkçe bilmiyorum. = હું તુર્કિશ જાણતો નથી
  • İngilizce biliyor musunuz? = શું તમે અંગ્રેજી જાણો છો?
  • Tekrarlar mısınız? = શુ તમે તે ફરી કહી શકશો?
  • Evet = હા
  • Hayır = ના
  • Belki = કદાચ
  • Biraz = થોડું
  • Acıktım = હું ભૂખ્યો છું
  • Dur! = રોકો!
  • Yapma! = આ ન કરો!
  • İstemiyorum. = મને તે જોઇતું નથી.

સંદર્ભ

  1. Taylor & Francis Group (2003). Eastern Europe, Russia and Central Asia 2004 (English માં). Routledge. pp. p. 114. ISBN 978-1857431872. Retrieved 2008-03-26. Check date values in: |accessdate=, |year= (મદદ)CS1 maint: Extra text (link) CS1 maint: Unrecognized language (link)
  2. name="Turkish Weekly Aksiyon">"Syrian Turks".
  3. "Introductory Survey".
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.