કેમ્પર્સ નેટવર્ક

કેમ્પર્સ નેટવર્ક કે કેમ્પર્સ એરિયા નેટવર્ક કે કોર્પોરેટ એરિયા નેટવર્ક કે CAN કમ્પ્યુટર નેટવર્ક માર્યાદિત ભૌગોલિક વિસ્તારમાંના એક થી વધુ LANને જોડતું નેટવર્ક છે. તેમાં વપરાયેલ નેટવર્કિંગ ઉપકરણો (જેવાકે સ્વીચ, રાઉંટર વિ.) અને પ્રસારણ માધ્યમો (જેવાકે ઓપ્ટિકલ ફાઈબર, Cat6 કેબલ વિ.) વિગેરે જે તે (એન્ટરપ્રાઇસ, વિદ્યાલય, સરકારી વિ.) કેમ્પર્સની માલિકીનું હોય છે.

વિદ્યાલય સંકૂલ

મોટા વિદ્યાલયો તેના સંકૂલમાં એક થી વધારે ઈમારતો ધરાવતા હોય છે. આ વિવિધ ઈમારતોમાં રહેલા વિદ્યાલયના વિવિધ વિભાગોના કમ્પ્યુટર કે બીજા ઉપકરણોને એક બીજા સાથે જોડવા માટે એક નેટવર્કની રચના થાય છે જેને આપણે કેમ્પર્સ એરિયા નેટવર્ક કહી શકીએ. આ નેટવર્કમાં કમ્પ્યુટર, પ્રિન્ટ ઉપકરણો ઉપરાંત લેપટોપ, હાજરી માટેના પંચ મશીન, ફેક્ષ મશીન, કોપીયર મશીન, વિગેરે ઉપકરણોનો સમાવેશ થાય છે. સંકૂલમાં રહેલા નેટવર્કોમાં જરૂરીયાત મુજબ પ્રવેશ અપાય છે. વિદ્યાર્થીઓ, આધ્યાપકો, ટેકનીશીયન, સંકૂલના વ્યવસ્થાપકો વિ.ને તેમની જરૂરીયાત પ્રમાણે ઈન્ટરનેટ બેન્ડવિથની વહેચણી કે વાયરલેસ નેટવર્કની વહેચણી થયેલી હોય શકે છે.

જાણીતા વિદ્યાલય સંકુલોમાં Stanford University Network at Stanford University, Project Athena at MIT, અને Andrew Project at Carnegie Mellon University નો સમાવેશ થાય છે.

વ્યવસાયિક સંકુલ

વિદ્યાલય સંકુલ નેટવર્કની જેમ વ્યવસાયિક સંકુલ નેટવર્ક પણ તેના સંકુલમાં રહેલી ઈમારતોના લોકલ એરિયા નેટવર્કને અંદરો-અંદર જોડે છે. આ નેટવર્કોમાં અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ થયેલો હોય શકે છે. મોટા જાણીતા વ્યવસાયિક સંકુલ નેટવર્ક 10 Gigbit ઈથરનેટથી જોડાયેલ છે. Googleplex અને Microsoft ના સંકુલો જાણીતા સંકુલોમાંના એક છે.

સંદર્ભો

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.