સાઉથ પાર્ક

સાઉથ પાર્ક એ અમેરિકન વ્યસ્ક એનિમેશન શ્રેણી છે જે કોમેડી સેન્ટ્રલ ટેલિવિઝન નેટવર્ક માટે ટ્રે પાર્કર અને મેટ્ટ સ્ટોન દ્વારા બનાવવામાં આવી છે. આ શ્રેણી તેની રુક્ષ ભાષા અને ઉંડા રમુજ અને તીખાં કટાક્ષ માટે જાણીતી બની છે. હાલની વાર્તા ચાર છોકરાંઓ - સ્ટાન માર્શ, કેયલી બ્રોફ્લોવ્સ્કી, એરિક કાર્ટમેન અને કેન્ની મેક્કોર્મિક - અને કોલોરાડોના શહેરમાં તેમનાં પરાક્રમો વિશેની છે. ધ સિમ્પસનની જેમ જ, સાઉથ પાર્ક ફરીને ફરી ઉપયોગમાં લેવાતાં પાત્રોનો ઉપયોગ કરે છે.

સાઉથ પાર્કના રચયિતા: ટ્રે પાર્કર (ડાબે) અને મેટ્ટ સ્ટોન.

પાર્કર અને સ્ટોને તેમના દ્વારા ૧૯૯૨ અને ૧૯૯પમાં બનાવેલ ટૂંકા એનિમેશનમાંથી આ શ્રેણી બનાવવાની શરૂઆત કરી. છેલ્લું એનિમેશન ઇન્ટરનેટ પર બહુ લોકપ્રિય બન્યો હતો અને તેમાંથી આ શ્રેણીની શરૂઆત થઇ હતી. ઓગસ્ટ ૧૯૯૭માં સાઉથ પાર્ક શ્રેણીએ ભવ્ય સફળતા સાથે શરૂઆત કરી હતી. ત્યારબાદ આ શ્રેણીનાં અન્ય ભાગો કોમેડી સેન્ટ્રલના કાર્યક્રમોમાં સૌથી વધુ સફળ બન્યાં.[1] અત્યાર સુધી આ શ્રેણીના ૨૫૭ હપ્તાઓ ૧૮ સત્રોમાં પ્રસારિત થઇ ચૂક્યા છે.

સંદર્ભ

  1. Bill Gorman. "'South Park' Renewed Through 2016 By Comedy Central". TV By the Numbers.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.