રાજા રામમોહનરાય

રાજા રામમોહનરાય એક સમાજ સુધારક હતા. તેમણે ધર્મમાં રહેલાં દૂષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યા હતા અને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો હતો. તેમણે આત્મીય સભા નામે સંસ્થા સ્થાપી, પાછળથી આ સંસ્થા બ્રહ્મોસમાજ તરીકે પ્રચલિત બની. બ્રહ્મો સમાજે વિશેષ કરીને બંગાળમાં સમાજ અને ધર્મ સુધારણાના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. બ્રહ્મોસમાજ તરફથી ‘સંવાદ કૌમુદી’ નામે સાપ્તાહિક પણ બહાર પાડવામાં આવ્યું. રાજા રામમોહનરાયે વિશેષ કરીને ‘બાળલગ્નો અને બહુપત્ની પ્રથા’ને દૂર કરવા પ્રયત્નો કર્યા. તેમજ ‘સતીપ્રથા’ની વિરુદ્ધ મોટી ઝુંબેશ ચલાવી તેમણે કહ્યું, ધર્મશાસ્ત્રમાં કયાંય પણ સતીપ્રથાનો ઉલ્લેખ જોવા મળતો નથી. રાજા રામમોહનરાયે સમાજ સુધારણા માટે ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ની બહુમૂલ્ય નોકરી છોડી દીધી. રાજા રામમોહનરાયના સમાજ સુધારણાનાં કાર્યોથી ખુશ થઇને મુગલ બાદશાહે ૧૮૩૧માં તેમને ‘રાજા’નો ઇલકાબ આપીને પોતાના વકીલ તરીકે ઇંગ્લેન્ડ મોકલ્યા. ૨૭ સપ્ટેમ્બર ૧૮૩૩ માંં અવસાન થયું. રાજા રામમોહનરાય આધુનિક ભારતના આધસુધારક ગણાય છે. નવા યુગના અગ્રદૂત અને જયોતિર્ધર પણ કહેવાય છે. આજે પણ બ્રહ્મોસમાજ સમાજ સુધારણા માટે કાર્યરત છે. આજે બાળલગ્નો, સતીપ્રથા, બહુપત્નીપ્રથા વગેરે લુપ્તપ્રાપ્ય બન્યાં છે.[1]

રાજા રામમોહનરાય
જન્મની વિગત૨૨ મે ૧૭૭૨ 
Radhanagore 
મૃત્યુની વિગત૨૭ સપ્ટેમ્બર ૧૮૩૩ 
બ્રિસ્ટોલ 
વ્યવસાયતત્વજ્ઞાની, સમાજ સુધારક, લેખક, અનુવાદક&Nbsp;

સંદર્ભ

  1. "દિવ્ય ભાસ્કર". www.divyabhaskar.co.in. Retrieved ૨૮ નવેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.