ખાન અબ્દુલ ગફાર ખાન

ખાન અબ્દુલ ગફાર ખાન (પશ્તો: خان عبدالغفار خان); ફખર-એ-અફઘાન (ઉર્દૂ: فخر افغان‎) અને બાચા ખાન (પશ્તો: باچا خان‎, મતલબ "સરદારોના બાદશાહ") (૧૮૯૦ - ૨૦ જાન્યુઆરી ૧૯૮૮) એક પઠાણ રાજકીય અને અધ્યાત્મિક આગેવાન હતા. તેઓ મહાત્મા ગાંધીના એક સારા દોસ્ત હતા અને તેઓ સરહદના ગાંધી તરીકે પણ ઓળખાવાય છે. તેઓ ભારતીય ઉપખંડમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ જદોજહેદમાં અહિંસાના પ્રયોગ માટે જાણીતા છે. તેઓ શાંતિવાદી અને ધર્મનિષ્ઠ મુસલમાન હતા. ૧૯૧૦માં બાચા ખાને પોતાના મૂળ નગર ઉત્માનઝાઈમાં મદરેસા ખોલ્યા, અને ૧૯૧૧માં તુરંગઝાઈના હાજી સાહેબની આઝાદી તહેરીકમાં શામેલ થયા. પણ ૧૯૧૫માં બ્રિટિશ સરકારે તેમના મદરેસા પર પાબંદી મૂકી છે.[1] એક સમયે તેમનું સ્વપ્ન સંયુક્ત, સ્વતંત્ર અને ધર્મનિરપેક્ષ ભારત હતું. આ સ્વપ્ન માટે તેમણે ૧૯૨૦માં ખુદાઈ ખિદમતગાર નામે સંગઠનની સ્થાપના કરી. આ સંગઠન લાલ કુડતી કે બાદશાહ નામોથી પણ ઓળખાવાય છે.

ખાન અબ્દુલ ગફાર ખાન

સંદર્ભો

  1. "Khan Abdul Ghaffar Khan". Baacha Khan Trust. Retrieved February 4, 2013. Check date values in: |accessdate= (મદદ)
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.