એડોલ્ફ હિટલર
એડોલ્ફ હિટલર (૨૦ એપ્રિલ ૧૮૮૯ - ૩૦ એપ્રિલ ૧૯૪૫) જર્મન રાજકારણી અને નાઝી પાર્ટીનાં નેતા હતા. સરમુખત્યાર તરીકે, હિટલરે સપ્ટેમ્બર ૧૯૩૯માં પોલેન્ડ પર આક્રમણ કરીને યુરોપમાં બીજું વિશ્વ યુદ્ધ શરૂ કર્યું હતું. હિટલર હોલોકોસ્ટ (જેમાં ૬૦ લાખ યહૂદીઓનાં મોત થયાં હતાં) પાછળ મુખ્ય જવાબદાર વ્યક્તિ હતાં.
એડોલ્ફ હિટલર | |
---|---|
![]() | |
માતા | Klara Hitler |
પિતા | Alois Hitler |
જન્મની વિગત | Adolf Hitler ![]() ૨૦ એપ્રિલ ૧૮૮૯ ![]() Braunau am Inn ![]() |
દિક્ષાની વિગત | ૨૨ એપ્રિલ ૧૮૮૯ ![]() |
મૃત્યુની વિગત | ૩૦ એપ્રિલ ૧૯૪૫ ![]() Führerbunker ![]() |
અભ્યાસનું સ્થળ | Lambach Abbey, Realschule of Linz ![]() |
વ્યવસાય | Soldier, ચિત્રકાર, રાજકીય લેખક, ક્રાંતિકારી, statesperson, રાજકારણી ![]() |
કાર્યો | Mein Kampf ![]() |
જીવનસાથી | Eva Braun ![]() |
કુટુંબ | Andrea Hitler, Paula Hitler, Gustav Hitler, Edmund Hitler, Otto Hitler, Alois Hitler, Jr., Angela Hitler ![]() |
કુળ | Hitler family[*] |
પુરસ્કાર | Iron Cross, Wound Badge, Honorary citizen of Sankt Andreasberg, honorary citizenship of Goslar, Collar of the Imperial Order of the Red Arrows, Order of the Elephant, Golden Party Badge, The Honour Cross of the World War 1914/1918, Blood Order, honorary citizen of Trier, ટાઈમ પર્સન ઓફ દ યર ![]() |
સહી | |
શરુઆતનાં વર્ષો અને પ્રથમ વિશ્વયુધ્ધ
હિટલર ઑસ્ટ્રિયામાં (એ સમયે ઓસ્ટ્રિયા-હંગેરી)માં જન્મ્યા હતા અને લીન્ઝમાં મોટાં થયાં હતા. તેઓ ૧૯૧૩માં ચિત્રકાર બનવાની ઇચ્છાથી જર્મની ગયા અને પ્રથમ વિશ્વયુધ્ધમાં સૈનિક તરીકે ભાગ લીધો. વર્સેલ્સ સંધિ દ્વારા યુદ્ધનો અંત આવ્યો હતો અને જર્મનીએ તેના મોટાભાગનાં જીતેલાં પ્રદેશોને જતાં કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત જર્મનીને વિશાળ વળતર ચૂકવવાનો પણ આદેશ હતો. દેશ નાદાર હતો અને લાખો લોકો બેરોજગાર હતા. ૧૯૨૦માં હિટલર 'નાઝી' તરીકે ઓળખાતી નેશનલ સોશિયાલીસ્ટ જર્મન વર્કર્સ પાર્ટીમાં જોડાયા.
જેલવાસ, આત્મકથા અને સત્તા
૧૯૨૩માં, હિટલરે નાઝી પક્ષના કેટલાક અન્ય સભ્યોને ભેગા કરી તત્કાલીન વેયમર રિપબ્લિક સરકારને ઉથલાવાનો પ્રયત્ન કર્યો. આ નિષ્ફળ બળવાંનાં કારણે હિટલરને જેલમાં પૂરવામાં આવ્યાં અને તે દરમિયાન તેઓએ "મારો સંઘર્ષ" નામની આત્મકથા લખી. નવ મહિનાનાં કારાવાસ બાદ હિટલરને મુક્ત કરવામાં આવ્યાં. ૧૯૩૩ની ચૂંટણીમાં નાઝી પાર્ટી, પ્રમુખ પાર્ટી તરીકે ઉભરી અને હિટલર જર્મન સરકારમાં ચૂંટાયા. જ્યારે જર્મન રાષ્ટ્રપતિ વોન હિન્ડેનબર્ગનું ૧૯૩૪માં મૃત્યુ થયું હતું ત્યારે હિટલર પાસે જર્મનીનો સંપુર્ણ અંકુશ હતો અને તેમણે પોતાની જાતને "ફ્યુહરર" (નેતા)નું શીર્ષક આપ્યું. તેમણે ભાષાની સ્વતંત્રતાનો અંત લાવ્યો અને પોતનાં દુશ્મનોને જેલમાં મૂક્યા અથવા મારી નાખ્યાં. હિટલર અને તેના પ્રચાર મંત્રી, જોસેફ ગોબેલ્સે જર્મનીમાં પ્રખર રાષ્ટ્રીયવાદ ફેલાવ્યો. તમામ સંચાર માધ્યમોએ સરકારની પ્રશંસા કરવાની ફરજ પાડવામાં આવી. જર્મની નાઝી પાર્ટી અને હિટલરનાં એકહથ્થું શાસન નીચે આવ્યો.
દ્વિતીય વિશ્વયુદ્ધ અને હોલોકોસ્ટ
હિટલરે પોલેન્ડ પર આક્રમણ કરી બીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરી. જર્મન સેનાએ પોલેન્ડ, મોટાભાગનું યુરોપ, ફ્રાન્સ અને સોવિયત યુનિયનનો મોટો ભાગ જીતી લીધો હતો. યુદ્ધ દરમિયાન, હિટલરે નાઝીઓને મહિલાઓ અને બાળકો સહિત ઘણા લોકોને મારી નાંખવાનો આદેશ આપ્યો હતો. તેમાં હોલોકાસ્ટમાં મ્રુત્યુ પામેલાં ૬૦ લાખ યહૂદીઓ ઉપરાંત રોમા (જીપ્સીઓ), હોમોસેક્સ્યુઅલ, સ્લેવ જેવા કે રશિયનો અને પોલ્સ, અને તેમના રાજકીય વિરોધીઓ પણ સામેલ હતાં. અંતે, મિત્ર દેશોએ જર્મનીને હરાવવા માટે એક સાથે કામ કર્યું અને ૧૯૪૫માં યુધ્ધનો અંત આવ્યો. પરંતુ ત્યાં સુધીમાં એક કરોડથી વધું લોકો પોતાનો જાન ગુમાવી ચુક્યાં હતા.
મૃત્યુ
એપ્રિલ ૩૦, ૧૯૪૫ના રોજ હિટલરે પોતાના બંકરમાં આત્મહત્યા કરી.