ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ
ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (ટૂંકમાં IMDb) એ ફિલ્મો, ટેલિવિઝન ધારાવાહિકો અને વિડિઓ ગેમ્સની માહિતી ધરાવતી વેબસાઇટ છે. જેમાં પાત્રો, નિર્માતા, કાલ્પનિક પાત્રો, જીવનવૃતાંત, ફિલ્મોની વાર્તા અને વિવેચનનો સમાવેશ થાય છે. અભિનેતાઓ પોતાના વિશેની માહિતી વેબસાઇટને પૈસા ચૂકવીને ઉમેરી શકે છે. અમેરિકાના લોકો આ વેબસાઇટ પર ૬,૦૦૦થી વધુ ફિલ્મો અને ટેલિવિઝન કાર્યક્રમો CBS, સોની અને અન્ય સ્વતંત્ર ફિલ્મ ઉત્પાદકો તરફથી જોઇ શકે છે.
![]() | |
પ્રકાર | ફિલ્મો, ટેલિવિઝન અને વિડિઓ ગેમ્સની ઓનલાઇન માહિતી |
---|---|
પ્રાપ્ત છે | અંગ્રેજી |
માલિક | એમેઝોન.કોમ |
બનાવનાર | કોલ નીધામ (CEO) |
શાખાઓ | બોક્સ ઓફિસ મોઇઓ |
વેબસાઇટ | imdb |
એલેક્સા ક્રમાંક | ![]() |
વ્યવસાયિક? | હા |
નોંધણી | નોંધણી જરૂરી નથી પણ ચર્ચા, ટીપ્પણી કે મત આપવા જરૂરી. |
શરૂઆત | ૧૭ ઓક્ટોબર ૧૯૯૦ |
હાલની સ્થિતિ | સક્રિય |
આ વેબસાઈટની શરૂઆત કોમ્પ્યુટર એન્જિનિયર કોલ નીધામે ૧૯૯૦માં કરી હતી અને ૧૯૯૬માં તે ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ કંપની તરીકે શરૂ થઇ. ૧૯૯૮માં તે એમેઝોન.કોમની ઉપકંપની બની.
જૂન ૨૦૧૬માં IMDb માં ૩૭ લાખ ફિલ્મો (અને ધારાવાહિક હપ્તાઓ) અને ૭૦ લાખ અભિનેતાઓની વિગતો હતી,[2] તેમજ ૬ કરોડ નોંધણી કરેલા સભ્યો સાથે તે એલેક્સા.કોમ પરની ટોપની ૫૦ વેબસાઇટ્સમાંની એક છે.
સંદર્ભ
- "Imdb.com". Site info. Alexa Internet. Retrieved ૩૦ મે ૨૦૧૮. Check date values in:
|access-date=
(મદદ) - "Stats". IMDb. Retrieved ૧૫ જુલાઇ ૨૦૧૫. Check date values in:
|accessdate=
(મદદ)
બાહ્ય કડીઓ
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.